________________
કૌશામ્બીમાં ભગવાન
૧૯૧ ભગવંત! આ દુખિની પર કૃપા કરે. મારી પાસે જે કંઈ ધરવા જેવો પદાર્થ છે તે સ્વીકારો અને મને અભાગીણી ને સુપાત્ર દાન દેવાની તક આપે. મારા આહાર સામે ન જોતાં એ પાછળના ભાવને નિહાળો.
શ્રમણ ભગવાન મહાવીરના અભિગ્રહમાં જે ચીજની ન્યૂનતા રહેતી હતી તે આ રીતે પૂરી થતાં જ તેઓશ્રી દ્વાર આગળ આવ્યા અને બાકલા ગ્રહણ કરવા હાથ એકઠા કર્યા. દાનનું વર્ણન કરતાં નીતિકાર જણાવે છે કે,
आनंदा श्रुणी, रोमांच, बहुमानः प्रियं वचः।
तथानु मोदना पात्रे, दान भूषण पंचकम् ॥ અર્થાત્, દેતી વેળા આંખમાં આનંદાશ્ર હેય દેહ પરની રામાવલિ વિકસ્વર થઈ હેય, બહુમાન પૂર્વક આપવાની ક્રિયા થતી હોય; વળી દાતાની વાણી મીઠી હોય, અને પાત્રની ઉચિત પ્રશંસા હેય, તે એ પાંચ રીતનું દાન ઉત્તમોત્તમ ગણાય છે. અહીં તો અદ્ભૂત ગ ઉપરની સ્થિતિ ઉપરાંત જામ્યો હતો. જગત વંધ્ર પ્રભુ લેનાર અને બાળ બ્રહ્મચારિણી તેમજ અઠ્ઠમ જેવા પવિત્ર તપને કરવાવાળી કુમારિકા દેનાર. વળી આહાર પણ ઉભયમાંથી કોઈના નિમિત્ત વિના તૈયાર કરાયેલ. આવો અપૂર્વ પ્રસંગ કોઈ ભાગ્યવંતના જ નસીબમાં આલેખાયેલો હોય છે.
ચંદનબાળા સાચે જ મહાભાગા હતી દાન દેવા હાથ લંબાવતાં જ પગનાં બંધન તૂટી ગયાં. પગની બેડીઓ ઝાંઝર રૂપે અને કર પર બંગડીઓ કંકણ રૂપે પરિણમી–મસ્તક પણ ચકિત ને શમિતા કેશથી ખીલી ઊઠયું!
આ સમયે આકાશમાં દુદુભિના નાદ સંભળાવા માંડ્યા. રમ વસ્ત્રો અને સુગંધી જળની વૃષ્ટિ તેમજ નૈયાની વૃદ્ધિ દે કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com