________________
૧૯૨
સતી શિરામણું ચંદનબાળા લાગ્યા. “અહે દાન, અહી દાન' એવો ધ્વનિ વાતાવરણને ભરી દેતો હજારેના આકર્ષણરૂપ બન્યો.
“ભગવંત કયારે પારણું કરે ! એવી ચિંતા સેવતા નૃપ શતાનિક, રાણી મૃગાવતી આદિન આ સમાચાર પહોંચતાં જ તેઓ દેડી આવ્યા. પુરજને પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા. લુહારને લઈ પાછા ફરતા ધનાવહ શેક તે પિતાને ઘર આંગણે આવું અનુપમ દશ્ય નિહાળી, હર્ષથી નાચી ઊડ્યા. - રાજ્યના સિનિક સેનિયા એકઠા કરવાનો આરંભ કરવા માંડે ત્યાં દેવી વાણું સંભળાઈ.
એ સઘળા ધન ઉપર તો શેઠ ધનાવહનું સ્વામીત્વ પહોંચે છે. એનો ઉપયોગ તો જ્યારે આ વસુમતી ભગવંતના શાસનમાં પ્રથમ સાધ્વી થવા રૂપ દીક્ષા અંગીકાર કરશે ત્યારે થવાનો છે.”
મૃગાવતી–ભગવંત ! આ ચંદના તો મહા ભાગ્યશાળી બાળાજણાય છે. અમે તો શ્રેષ્ઠિ ગૃહે ખરીદાઈ આવેલી એ કઈ સામાન્ય. કુટુંબની દુખિયારી બાળિકા છે એમ સમજતા હતા. પણ આ તો ચતુર્વિધ સંઘમાં મુખ્ય ગણાતા એક અંગ સમ છે. તેણીએ ભારે કરી ! બાકલા પહેરાવી આપ સરખાને પણ શરમમાં નાંખ્યા ! - ના, એવું કંઈ જ નથી. આત્મ શ્રેયના જેમ ઈજારા નથી, તેમ ત્યાં નથી તે દાક્ષિણ્ય કે શરમા શરમી ! ચંદના, કેઈ સામાન્ય ઘરની બાળા નથી. એ તે રાજકુમારિકા છે અને હારી જાણે જ છે.
અહે! આ વળી નવી વાત ! વર્ષોથી મારા નગરમાં રહેનાર, મારી બહેનની દિકરીને હું ઓળખી પણ ન શકું ! એ તે કેવી વાત !
ભગવંત! આપ પોતે જ એ સબંધ સમજાવો.
સાંભળ, કૌશામ્બીન અચાનક હલ્લા વેળા દધિવાહન ભાયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com