________________
પ્રકરણ ૨૦ મું કમળ સમ નિપ
કાદવમાં પેદા થનારું અને જળથી વૃદ્ધિ પામનારૂં કમળ જેમ શુદ્ધ રહી, સુવાસ ફેરવી, કાદવ અને જળ એ ઉભયની ટોચે આવી, પાંખડીને વિસ્તાર કરે છે. તેમ ભગવંતને પારણું કરાવ્યા પછી વસુમતીના દુઃખના દહાડા પૂરા થઈ ગયા અને સુખને ભાનુ પૂર્ણ તેજે પ્રકાશી ઊઠ્યો. જાતે નિર્લેપ રહી સર્વત્ર અજવાળાં પાથર્યા.
શ્રમણ ભગવાન મહાવીર દેવનો અભિગ્રહ છ માસમાં પાંચ દિને બાકી રહેતાં પૂર્ણ થયો. રાણી મૃગાવતીના પ્રશ્નમાં એમણે થોડામાં ઘણું કહી દીધું. પછી તે સારી કૌશામ્બીમાં ચંદન બાળાની મહત્તા જેર શોરથી ગવાવા લાગી. નગરી સમીપના ગામમાં પિયેર ગયેલી મૂળા શેઠાણીના કાને પણ સમાચાર પહોંચ્યા. એની શરમ તે બેહદ વધી પડી. - ઘર બહાર નીકળી હે દેખાડવા જેવી સ્થિતિ ન રહી. ત્યાં નગરીમાં પાછા ડગ ભરવાની વાત કયાંથો સંભવે! ધનાવહ શેઠને તો એની તરફ તિરસ્કાર આવ્યો હતો. જો કે ચંદનાના હદયમાં કઇ રેષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com