________________
કમળ સમ નિર્લેપ
૧૭, તેણીયે ઊંચુ મુખ કરવાની હિંમત જ ન કરી. ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું તેને મન થયું.
આવનાર ચંદના, સાચેજ ચંદન કરતાં પણ અધિક શીતળ હતી, રષ કે વૈર તો એનામાં લવ માત્ર હતાં જ નહીં. પિતાના હાથથી મૂળાનુ માથું ઊંચું કરતાં એ બોલી.
માતુશ્રી! તમો શા સારૂ આટલી હદે લજ્જાવશ બનો છે? પુત્રીના વાંકે માતા શિક્ષા કરે છે એ પાછળ એછો તેણીને આશય ખરાબ હોય છે. તમે જે પગલું લીધું એ મારી ભૂલ, અગર પ્રમાદ સુધારવા જ ને ! માની લઈએ કે એમાં તમારી ઉતાવળ થઈ છે તો પણ એથી મને જે અપૂર્વ લાભ પ્રાપ્ત થયો તે એટલે કિંમતી છે કે એની સરખામણીમાં તમારી ઉતાવળ તો લેખામાં પણ ન આવે. જંગમ કલ્પતરૂ સમ ભગવાન જ્ઞાતપુત્રના કરમાં મારો આહાર પડે, એટલું જ નહીં પણ તેઓશ્રીના શ્રીમુખે મારા પૂર્વ જીવનની આમ જન સમૂહને ઝાંખી થાય અને એ ઉપરાંત નેત્રો સામે ઉજવળ ભાવિ ખડું થાય એ સર્વનાં નિમિત્ત રૂ૫ તો જ છો.
માતા! જલ્દી તૈયાર થાઓ. મનમાં સંધરેલ વિવાદ ખંખેરી નાંખો. બનવાનું બની ગયું. ગઈ વાતને શક કેવો! ભૂતને ભૂલી જઈ વર્તમાન ને નજર સન્મુખ રાખી બગડી બાજી સુધારી લે.
પુત્રી ! હારામાં નામ પ્રમાણે ગુણ ભરેલાં છે. રાજકુળમાં જન્મ્યા છતાં અભિમાનને છાંટો નથી. મારા ગુન્ડાની ગંભીરતા ઓછી નથી છતાં તું એ પહાડ સરખો દોષ ન જોતાં એમાં પણ ઉપકારની મહત્તા નિહાળે છે એ હારા હદયની સરલતા અને નિષ્પા૫ વૃતિને આભારી છે. હું પાપણ વહેમના નશામાં ન કરવું કરી બેઠી. હારે નસીબે
ભલે એ થળીનું વિઘન સોયમાં પરિણમ્યું; પણ તેથી મારી જવાબદારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com