________________
૧૪૫
શળીનું સિંહાસન એકત્ર મળ્યા અને લાંબા વિચાર પછી નિશ્ચય પર આવ્યા કે આપણામાંના પાંચ આગેવાનોએ રાજવીના શિબિરમાં સવર જવું અને સ્પષ્ટ સંભળાવી દેવું કે–
મહારાજ ! આ બનાવ પાછળ જરૂર કાવતરું છે. સામાન્ય વાતમાં પણ અસત્ય આચરણ ન સેવનાર, આપણી નગરીના કેહિનૂર રત્ન જેવા શેઠ સુદર્શન ધર્મને સ્વાંગ સજી આવા કાર્યમાં હાથ નાંખે એ સંભવિત જ નથી. કદાચ સાગર મર્યાદા મૂકે કિવા અગ્નિ શીતલ થાય પણ આ આત્માના હાથે એવું અધમ કાર્ય થાય જ નહીં. માટે પૂરી તપાસ કરો. આવા પુન્ય શ્લેકીના અકાળ અવસાનથી તે આપશ્રીની દmતનું લીલામ થશે એટલું જ નહીં પણ આ નગરીના માથે ભયંકર
અધિના એળા ઊતરશે. નિર્દોષ આત્માનો રક્તપાત કુદરત ન સાંખી રહે.
પ્રાતઃકાળના આવશ્યક કાર્યોથી પરવારી સ્વસ્થ બનેલ ભૂપદધિવાહન, મહાજન મેવડીઓની વાત સાંભળી વિચારમાં પડ્યો. એક અનુચરને આજ્ઞા ફરમાવી કે –
સત્વર જઇ, પ્રધાનજી તથા યશપાલને બોલાવી લાવ. અલ્પકાળને વિચાર પછી જ્યાં જવાબ આપવાની શરૂઆત કરે છે ત્યાં અનુચરે આવી જણાવ્યું કે
કોટવાળજી, પ્રવેશની આજ્ઞા માંગે છે. ભલે આવે, એમ કહી ભૂપ મૌન રહ્યા.
ત્યાં તો, કોટવાલ, અને પાછળ પ્રધાન તેમજ યશપાલને આવતાં જોયા.
પ્રણામ વિધિ પતાવી સૌ ઉચિત સ્થાને ગોઠવાયા. રાજવી તરફથી
૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com