________________
ચમત્કારની પરંપરા
૧૭૫
જાતે અળગા થયા હતા; છતાં આખરે માનવ હતા. ઘડીભરની આ સુખદ શાંતિને છોડી એ કહેવા લાગ્યા| મારી રામકહાણી લાંબી છે. એ વર્ણવવાને આ સમય નથી તેમ એનું પારાયણ વારંવાર કરવાનું મને ગમતું પણ નથી.
ત્યાં તે ભૂપાળ દધિવાહન વચમાં જ બોલ્યા
પદ્માવતીની વાત સાચી છે. એ સાંભળવા જતાં આપણે આજનું વિજય મુહૂર્ત ચૂકીએ તે ઠીક નથી. એ જાતેજ આપણી વચ્ચે આવેલા છે ત્યારે ઉતાવળ પણ શી છે, દુઃખના દિને યાદ કરવાની ઈચ્છા ન હોય તે મારે કરાવવા પણ નથી. કેટલીક મુદ્દાની વાત પછીથી જાણી લેવાશે. ચાલો, પ્રયાણભેરી વગડાવો. - રાજન ! કેશ તિતાને ધરવા માંડ્યા છતાં યુદ્ધ શોખ હજુ પૂરે થયો નથી ? એ બંધ કરાવવા તો હું આવી છું.
હે, ક્ષત્રિયાવર્તાસના પુત્રી થઈ, મને રાજધર્મક્ષાત્રધર્મથી પાછો વાળવા આવ્યા છે?
હા, દેવાનુપ્રિય! અહિંસાને પ્રચાર કરવો અને આત્માઓને હિંસક વૃત્તિથી હાથ ઉઠાવવાને બંધ કર એ તે મારો વ્યવસાય છે. એ સારૂ તે આ અંચળો ઓઢો છે.
તે શું આપ સાચા સાધુપણામાં છે? હું તો સમજતો હતો કે ધરતી પર પ્રવર્તતા ભયને લઇ, શિયળ સંરક્ષણ કારણે તમે આ સ્વાંગ ધારણ કર્યો છે. આ સલામત સ્થાનમાં પગ મૂકતાંજ-મારે સમાગમ થતાંજ એ ઉતારી નાખશે.
એ આશા રાખવી નકામી છે. રાજન થોડા કે ઘણુ વિલાસ પાછળ આખરે તે વિનાશનું આગમન નિશ્ચિત છે. બનાવે એવા બન્યા કે એ વિનાશની ઝાંખી મને જલ્દી થઈ. શિયળ રક્ષા અર્થે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com