________________
૧૮૦
સતી શિરામણું ચંદનબાળા હતું ત્યાં સદ્ભાગ્યે હારા જેવા સુપુત્રને યોગ સાંપડે. રાજ્ય ધુરા સેપી હું તે ચારિત્ર લઈશ.
વહાલા બાપુ! જેમ સદ્ભાગ્યે વર્ષોથી વીસરાયેલી મારી માતાનેં મેળાપ અચાનક થયો તેમ કદાચ મારી ભગિની વસુમતીને મેળાપ કેમ નહીં થાય ? હું એની શોધ કરવામાં જરાપણ ખામી નહીં રાખું.. ધરતીના ખૂણે ખૂણે માણસો દોડાવીશ.
વત્સ! જરૂર તું એ માટે યત્ન કરજે, પણ મને સંસારમાં રોકાવાનું જરા પણ મન નથી. હારી માતાને ઇશારે મારા માટે નુકતેચીનીરૂપ છે. કરાળકાળ કયારે છાપ મારશે એની કેને ખબર છે? જે કરવું તે આજે કીજે, કાલે શી વાત ” એ કવિ વચન સત્ય છે.
પિતા પુત્ર વચ્ચેના આ વાર્તાલાપ પછી કરડૂની છાવણીમાંથી અધિકારી વર્ગ આવતાં જ, એમાંના પ્રધાનને કંચનપુર સબંધી ભલામણ કરી બાકીના સર્વ રાજધાની ચંપા તરફ કૂચકદમ કરતા આગળ વધલા લાગ્યા.
આ સમાચાર ચંપાની પ્રજાને પહોંચતાં જ ત્યાં અને આનંદ વર્તી રહ્યો. યુદ્ધને ભય નાશ પામ્યો હતો. રાણી પદ્માવતીને ભેટ રાજવીને થયો હતો એ જેમ હર્ષનો વિષય હતો એ સાથે ભાવિ ગાદી વારસા યુવરાજ કરકંડૂના દર્શનનો લાભ મળવાને હત; જે એમાં અધિક ઉમેરે, કરતા હતા. સર્વત્ર સામૈયાની તૈયારીઓ ચાલી રહી હતી. સારાયે નગરને આમ જનસમૂહે હદયના ઉમળકાથી ભિન્ન ભિન્ન પ્રકારે શણુગાયું હતું.
આનંદ પ્રમોદના દિને વહી જતાં વિલંબ નથી થતો. ભાવ, ભીને પ્રવેશ થયો. અલ્પકાળમાં રાજવી કરકંડૂને રાજ્યાભિષેક કરવાની જાહેરાત કરવામાં આવી. ઉચિત વિધિ સહિત એ કાર્ય
આટોપાયું અને બીજે જ દિવસે ભૂપ દધિવાહન સંસાર છોડી ચાલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com