________________
૧૮૪
સતી શિરોમણી ચંદનબાળા સ્વામી ગૌચરી ટાણે જુદા જુદા લત્તામાં ભ્રમણ કરતા, પણ તેમના સંકલ્પ પ્રમાણે સામગ્રી મળતી નહીં. પારણું કર્યા વિના પાછા ફરતા અને તપ વૃદ્ધિના આંકમાં ઉમેરો થતો.
લિચ્છવી જાતિના આ કુળદીપકને હજુ કેવલ્ય દશા પ્રાપ્ત નહોતી થઈ છતાં એમને ઉપાસક વર્ગ ના સૂનો નહતો. ચેટક ભૂપ જેવા પ્રતિભા સંપન્ન ગણ નાયકની ભગિની ત્રિશલા દેવીના પુત્ર શ્રી વર્ધમાન કુંવર એટલે વૈશાલીની જનતાનો અતિ મોટે ભાગ તેમની તરફ બહુ માનની નજરે જેતે હતે. વળી ત્રિશલા માતાના ચૌદ સ્વપ્નની વાત જાહેર હતી એટલે કેટલાક રાજવીઓ કુંવર ચક્રવર્તી થશે એ આશાથી, જ્યારે અન્ય રાજાએ તીર્થંકર પદવી પામશે એમ સમજી ભક્તિથી, તેમની તરફ ઢળેલા હતા. કૌશામ્બી પતિ શતાનિક, તેમની ભગિની જયંતી અને રાણી મૃગાવતી તે ખાસ ગણના યોગ્ય ઉપાસક લેખાય. સુગુપ્ત અમાત્ય અને તેની પત્નિ નીદા તો ચુસ્ત ભક્તોમાં લેખાય. યથા રાજા તથા પ્રજા એ ધરણે કૌશામ્બીની જનતા પણ શ્રમણ મહાવીર યાને શ્રી વર્ધમાન સ્વામી પ્રત્યે આદરવાળી હતી.
જ્યાં જ્યાં તેઓશ્રીનાં પગલાં થતાં ત્યાં ત્યાં ભક્તિપૂર્વક નરનારી સામે આવતાં, જાતજાતના પદાર્થો રજુ કરતાં. પણ આ મહાત્મા તે કંઈ પણ લીધા વિના પાછા ફરતા. આથી ઉપાસક વર્ગની નાશી પાણી નો પાર ન રહે. અભિગ્રહ હશે એમ સમજતાં પણ કેવા પ્રકારનો હશે એ ન જાણતાં હોવાથી એને અંત ક્યારે આવશે અને પારણું કયારે કરશે એ પ્રશ્ન સૌ કોઈને મૂંઝવતે. રાણી મૃગાવતીએ, તો એક કરતાં અધિકવાર સ્વામી એવા શતાનિકને કાઈપણ રીતે તીર્થકરને અભિગ્રહ કળવાને આગ્રહ કરે. આવી વિશાળ નગરીમાં મહત્ત્વને ઉચિત ભિક્ષા ન મળે એ ઓછા લાંછનની વાત લેખાય.
એક દિવસ ધનાવહ શેને કામમાંથી પાછા ફરતાં રાજ કરતાં વધુ વિલંબ થયે. મધ્યાહ વીતી ગયા ને લગભગ ઘટ જેટલો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com