________________
કૌશામ્બીમાં ભગવાન
૧૮૩
માતાજી! તમારે એ સંબંધી કંઈજ ચિંતા કરવી નહીં. મારા પિતાશ્રીને પણ તમો કહી દેજે કે મારા માટે વર શોધવાની જરૂર નથી. લગ્ન ગ્રંથીથી જોડાઈ સંસારમાં પડવાની મારી ઇચ્છા જ નથી. હું તે ત્રરષભદેવની પુત્રીઓ બ્રાહી–સુંદરી માફક કુંવારી રહી, યોગ્ય સમયે ભાગવતી દીક્ષા લેવાની અભિલાષા ધરાવું છું. એ કારણથી
ચંદનબાળા” તરિકે ઓળખાવામાં મને આનંદ પડે છે. એ નામે મારા ગૌરવમાં વૃદ્ધિ કરી છે અને હું એને યથાર્થ કરી દેખાડવાના વિચારની છું.
ધર્મિષ્ઠ શેઠના કાને આ સમાચાર પહોંચ્યા ત્યારે એમને હર્ષ થયો એટલું જ નહીં પણ એ બેલેલા કે
પૂર્વના પુણ્ય મેગે જ આવી તરણ પુત્રી રૂપે પ્રાપ્ત થઈ છે. જરૂર એ કઈ કુલિન ઘરનું સંતાન તો છે જ પણ સાથે સાથે પૂર્વ ભવના સંસ્કારવાળું રમણી રત્ન છે. એ વિના આવી યુવાન વયમાં સંયમના પરિણામ ન જ ઉદ્ભવે. ભવિષ્યમાં સાચે જ એ નામ કહાડશે.”
સમયની ગતિ અખ્ખલિત પણે વહેતી આગળ ચાલી. એકદા કૌશામ્બીના આંગણે પરિષહ ને ઉપસર્ગ સહન કરતા શ્રી વર્ધમાન સ્વામીનાં પગલાં થયાં. એ મહાત્મા કપુજને જળાવા જાત જાતના ત આચરતા અને ઊર્મિ ઉદ્ભવતા, આશ્ચર્ય પમાડે એવા અભિગ્રહ ગ્રહણ કરતા. એમણે આ વેળા એવો અભિગ્રહ લીધું હતું કે–
જ્યાં સુધી એકાદી રાજપુત્રી, દાસીપણાને પામેલી, વળી પગે એડીઓના બધિનવાળી, માથું મુંડાવેલી, ઉંબરમાં બેઠેલી, સુપડાના ખૂણામાં અદડ બફેલાવાક્લાહાથમાં રાખી કઈ અતિથિની રાહ ખેતી, સાંખમાં આંસુવાની પારણું કરાવવા તત્પર ન થાય ત્યાં સુધી મારે પવારમાં જ હેલું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com