________________
પ્રકરણ ૧૯ મું કૌશામ્બીમાં ભગવાન
વસુમતી ધનાવહ શેઠના ઘરમાં પોતાની ઠંડી પ્રકૃત્તિ અને હસમુખા સ્વભાવના જોરે સૌ કોઈનું પ્રિયપાત્ર થઈ પડી હતી. માત્ર શેઠ કે મૂલા શેઠાણી જ નહીં પણ દાસ દાસી વર્ગને ચાહ પણ સંપૂર્ણ પણે મેળવી શકી હતી. તેણે ઝાઝું બહાર જતી નહીં. તેમ કોઈ વાર પોતાના પૂર્વ જીવનને ઊકેલતી નહીં. ઘરનાં નાનાં મોટાં કામો તેણીએ ઉપાડી લીધાં હતાં એટલું જ નહીં પણ દાસ દાસીની ગેરહાજરીમાં તેમનાં કામ પણ એ કરી લેતી. એમાંથી પરવારતી ત્યારે કયાં તે જ્ઞાનાર્જનમાં મન પરોવતી અથવા તો સામાયિક ગ્રહણ કરી સ્વાધ્યાય કરતી.
તરુણ અવસ્થાના આંગણે આવી ઊભેલી વસુમતીને માટે ધનાવહ શેઠને મુરતીયો શેધવાનો એક વાર વિચાર ઉદભવેલ. તેમણે એ વાત મૂલા શેઠાણને કહેલી પણ ખરી. લજજાથી જેનો ચહેરો સદા નમ્રતા દર્શાવતો અને જેનું વસ્ત્ર ભાલ પ્રદેશની હદમાં કંઈક નમતું રહેતું એવી વસુમતીએ શેઠાણુ મુખે એ જાણ્યું ત્યારે કહેલું કે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com