________________
૧૮૬
સતી શિરોમણી ચંદનબાળા
વહેમરૂપી ચુડેલે આવા તો કૈં કૈં વેશ ભજવ્યા છે અને પિતાના પંજામાં રાજા-મહારાજા, પતિ-પત્નિ, સપત્ની અને સાસુ-વહુએ આદિ જાતજાતના માનને ફસાવ્યા છે.
શેઠ પત્નિ મૂળા ભાન ભૂલે એમાં નવાઈ શી! તેણુએ કલ્પી લીધું કે સ્વામીનું આ કાર્ય મારા પ્રત્યેનો અભાવ અને ચંદના તરફનો સભાવ સૂચવે છે. હું પ્રૌઢ થવાથી એમના હૃદયથી ઊતરી ગઈ છું. અને આ તરુણીએ પોતાના પ્રભાવથી એમનું મન પૂર્ણ પણે આકર્ષી લીધું છે. જતાં દિવસે એ મારી સપત્નિ-શાક્ય–બની બેસે તે ના ન કહેવાય ! ચોટલાની લટને સ્પર્શ કર કિંવા એને ધારણ કરી રાખવો એ સ્નેહ વિના ન જ સંભવી શકે. •
વહેમના આ તરંગે ધનાવહ શેઠના શાંતિમ પ્રાસાદમાં ભયંકર છૂપી આગ પ્રગટાવી. મૂળા આખરે તો વણિક નારી એટલે એણે નિરધાર કર્યો કે–
ઊગતા શત્રુ અને વધતા રોગને જડમૂળથી ઉખેડવા સારૂ પ્રયત્નશીળ રહેવું. આ વાતની ઝાઝી હ હ કર્યા વગર ખારા પાણીએ ખસી જાય એવી યુક્તિ લડાવવી.
એકદા તેણીને જોઈતી તક ગળી ગઈ. શેઠ કામ પ્રસંગે નજીકના ગામે ગયા. એમનું પાછા ફરવાનું તરતમાં ન થવાનું હોવાથી ગેરહાજરીનો લાભ લઈ, નાપિકને બોલાવી ચંદનાનું માથું તેણીએ મૂંડાવી નાંખ્યું અને લુહારને બેલાવી, એના પગે બેડીઓ જડાવી, આવાસના એક અંધારા ઓરડામાં પૂરી દીધી. આ કાર્ય એટલી સિફતથી કર્યું અને એવો એકાંત સમય સાધીને પાર પાડ્યું કે ઘરના નોકર વર્ગને એની કંઈ જ ખબર ન પડી. માત્ર એક વૃદ્ધ દાસીને શેઠાણીની આ ચાલબાજીની થોડી ગંધ આવી. પોતાના ઉપર શેઠને શંકા ન આવે એ હેતુ ધ્યાનમાં લઈ પોતે પિયર ચાલી ગઈ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com