________________
કૌશામ્બીમાં ભગવાન
૧૮૭
એરડામાં પૂરાયેલ ચંદના ભાગી શકે તેમ તે હતું જ નહીં, એમાં ભૂખે તરસે રીબાવાનું! પણ કષ્ટોની ઝડીઓ વચ્ચેથી પસાર થનાર આ બાળા રાજ બીજ હોવાથી આ દુઃખ પડતાં ન તે ગભરાઈ ગઈ કે ન તો છાતી માથા ફૂટવા લાગી. પિતાના પૂર્વ કર્મની અવલ ચંડાઈ ગણી, સમતાથી એ વેદી રહી અને વિકટ ઉપસર્ગોમાંથી બચાવનાર ચમત્કારિક એવા અઠમ તપનું શરણ લીધું. નાગકેતુને બનાવ એના સ્વાધ્યાય વેળાના વાચનમાં તાજો જ આવ્યો હતો. વળી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરંપરામાં વિચરતા પૂજ્ય શ્રી કેશી મહારાજની મીઠી વાણું શ્રવણ કરવાને યોગ, પૂર્વે ચંપામાં અને અહીં કૌશામ્બી' માં એને મળ્યો હતો.
મનમાં મૂળા માતા પ્રતિ જરા પણ દ્વેષ ન આણતા એને નિમિત્ત રૂ૫ લેખી, અત્યારની પોતાની આ દશા પૂર્વ કરણના ફળ રૂપે જ પ્રાપ્ત થઈ છે એમ માની, એ કર્મોગને ટાળવામાં રામબાણ સમા તપનો સધિયારો લેવો વ્યાજબી લાગે. જે દૂર, અરે માત્ર દૂર જ નહીં પણ દુરારાધ્ય હોય છે તે સર્વ તપના બે હાથવેંતમાં થઈ જાય. છે અને નિકાચિત એવા કર્મોને પણ પકવી પાતળા પાડવાનું જેનામાં સામર્થ્ય છે એવા તપમાં પૂર્ણ શ્રદ્ધાથી એક તાર બની.
મજબૂત મનવાળી ચંદનાને ત્રણ દિનના ઉપવાસ પૂરા થયા. એની અસર માંસ લેહીની કાયા ઉપર ન થાય એ અસંભવિત હતું. એમાં ઉમેરે કરતું બંધિયાર જીવન અને અંધકાર એારડે સહાયક બન્યા. પણ ચોથા દિનના પ્રાત:કાળે આવશ્યક ક્રિયાળા રેજની માફક તપ કરણી તરફ મન ન વળતાં સહજ પારણાને વિચાર આવ્યો. પણ મનના મણકા આ કેદખાનામાં ઓછા જ કારગત નીવડે તેવા હતા. પુન તેણીએ પૂર્વે થઈ ગયેલા સતીઆ આત્માઓનાં દૃષ્ટાન્ત યાદ.
કરવા માંડ્યાં. એમાં કેટલો કાળ વ્યતીત થયો એનું ભાન પણ ન રહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com