________________
૧૭૮
સતી શિરેમણિ ચંદનબાળા નથી ભોગવી. ત્યાગ તરફ ચિત વળવાનાં કારણેનું મૂળ એમાં જ છે. વિગતવાર કહેવા બેસું તો કલાક જોઈએ. પણ હવે એને કંઈ જ હેતુ નથી રહ્યો. મારા સિવાય પિતા પુત્ર વચ્ચેને આ સંબંધ કાઈ જાણતું ન હોવાથી આવશ્યક ક્રિયા છેડી મારે અત્ર આવવું પડયું. પ્રથમ મેં પુત્રને એ વાત સંભળાવી. સાબિતી આપી ગળે ઉતારી. એમ છતાં એ સિંહશાવાગે માગણી કરી કે
વડિલનો વિનય જાળવવાનું મન છતાં ક્ષત્રિય વટને ન શોભે એ રીતે હું ન જઈ શકું. સુલેહને વ્રજ ચઢશે તે હું દોડતો આવી પિતાના ચરણમાં શિર ઝુકાવીશ. ખરી સ્થિતિ જાણ્યા પછી લડવાનું સંભવે જ નહીં. શ્વેત વજ જોતાંજ, રાજવી! તમારે એ બાલુડેડ અહીં આવ્યોજ સમજે.
ત્યાં તે ઉચિત રસાલા સાથે કરકંડૂના પગલાં થયાં. ઇગિત આકારથી પિતાને ઓળખી, તરતજ દોડી જઈ એ એમના પગમાં પડે.
દધિવાહન ભૂપે પણ આવા સર્વ ગુણેથી યુક્ત યુવરાજને નિરખી હદયના ઉમળકાથી ભેટી, પિતાની નજિકમાં બેસાડે. એટલું જ નહીં પણ પોતે ચંડાળ જાણીને કડવા વેણ કહેવડાવ્યા હતા એ માટે દિલગીરી જાહેર કરી. સમર ભૂમિમાં ચોતરફ આનંદ વર્તાઈ રહ્યો. તરતજ કરકÇ ભૂપની છાવણીમાં અહીં આવી મળવાના સમાચાર મોકલવામાં આવ્યા.
સૌને આ વ્યહવાર વિધિમાં મૂકી પલ્લાવતી સાધ્વી તે ઈપ્સિત સંધાતા પોતાના પંથે પડી ગયા. સૌના વંદન ઝીલતાં છાવણી વટાવી તેમણે પિતાની વસ્તીને માર્ગ લીધે.
જ્યાં પિતા પુત્ર પરસ્પરના વાર્તાલાપથી પરવારી તેમની ગેરહાજરી નિરખી, તપાસ કરાવે છે ત્યાં રોકીદાર ખબર લાવે છે - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com