________________
૧૭૬
સતી શિરોમણિ ચંદનબાળા શોધેલ નિગ્રંથની વસતી, મને સાચી રીતે ગ્રંથો વગરની બનાવવામાં પરિણમી. ભાગવતી દિક્ષા મેં સમજણ પૂર્વક જ લીધી છે.
આપણુ વચ્ચે સ્નેહનું ઝરણ પૂર્વવત વહી રહ્યું છે છતાં એ પાછળ પતિ-પત્ની ભાવ નથી. સ્નેહનું એ ઝરણ મને અહીં ઘસડી લાવ્યું છે. મારા મુખે એ કહેવડાવે છે કે આ વય હવે નથી રહી યુદ્ધ ખેલન માટે કે નથી રહી સંસાર સુખ માટે. એને એકજ ઉપયોગી છે. માનવ ફરે સફળ કરવા સારૂ ચારિત્ર ગ્રહણ કરવા રૂ૫.
મારા અધિકારી સારી રીતે જાણે છે કે આ સંસારી જીવનપર, મને ઝાઝો મેહ નથી રહ્યો, પણ એનો અર્થ એ નથી કે એકાદ ચંડાળ પુત્રની સામે હું હાર કબૂલી લઉં, અથવા તો અંગદેશના આ વિશાળ પ્રદેશને રઝળતો મૂકી ભાગી નીકળવું. સૌ પહેલી મારી ફરજ યુદ્ધ જીતવાની અને પછી આ રાજ્યને કેઈ યોગ્ય હાથમાં મૂકવાની છે,
સાધ્વીજી ! તમેએ અંતરના ઉમળકાથી સંયમ સ્વીકાર્યો એ તે હું સમજ્યો, પણ ગર્ભસબંધી તો તમે કંઈ બોલતાજ નથી. એકેક પળ વીતી રહી છે એ મારે માટે અતિ કિંમતી છે. સત્વર કહે કે એ પુત્ર કિવા પુત્રી હાલ કયાં છે?
રાજન! તમારે માટે એક એક પળ કિંમતી છે પણ મારે માટે તો તો એથી પણ વધુ મૂલ્યવાન છે. છતાં મારૂં કહેણ માની પ્રથમ સુલેહનો વેત ધ્વજ ફરકાવવાની આજ્ઞા બહાર પાડે. મારામાં વિશ્વાસ રાખો. મારા મુખેથી જે વાત બહાર પડશે એથી આપ સૌને સંતોષ થશે એટલું જ નહીં પણ સંગ્રામ ખેલવાની અગત્ય નહીં રહે.
યશપાલ–મહારાજ! આપણ સૌને રાણીમાતાની બુદ્ધિમતા માટે માન છે તે શા કારણે એમની સલાહ મુજબ વર્તવામાં વિલંબ કરવો? એ જે કંઈ કહેતા હશે એમાં-આપનું, રાજ્યનું અને પ્રજાનું ગૌરવ જરૂર હશેજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com