SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ચમત્કારની પરંપરા ૧૭૫ જાતે અળગા થયા હતા; છતાં આખરે માનવ હતા. ઘડીભરની આ સુખદ શાંતિને છોડી એ કહેવા લાગ્યા| મારી રામકહાણી લાંબી છે. એ વર્ણવવાને આ સમય નથી તેમ એનું પારાયણ વારંવાર કરવાનું મને ગમતું પણ નથી. ત્યાં તે ભૂપાળ દધિવાહન વચમાં જ બોલ્યા પદ્માવતીની વાત સાચી છે. એ સાંભળવા જતાં આપણે આજનું વિજય મુહૂર્ત ચૂકીએ તે ઠીક નથી. એ જાતેજ આપણી વચ્ચે આવેલા છે ત્યારે ઉતાવળ પણ શી છે, દુઃખના દિને યાદ કરવાની ઈચ્છા ન હોય તે મારે કરાવવા પણ નથી. કેટલીક મુદ્દાની વાત પછીથી જાણી લેવાશે. ચાલો, પ્રયાણભેરી વગડાવો. - રાજન ! કેશ તિતાને ધરવા માંડ્યા છતાં યુદ્ધ શોખ હજુ પૂરે થયો નથી ? એ બંધ કરાવવા તો હું આવી છું. હે, ક્ષત્રિયાવર્તાસના પુત્રી થઈ, મને રાજધર્મક્ષાત્રધર્મથી પાછો વાળવા આવ્યા છે? હા, દેવાનુપ્રિય! અહિંસાને પ્રચાર કરવો અને આત્માઓને હિંસક વૃત્તિથી હાથ ઉઠાવવાને બંધ કર એ તે મારો વ્યવસાય છે. એ સારૂ તે આ અંચળો ઓઢો છે. તે શું આપ સાચા સાધુપણામાં છે? હું તો સમજતો હતો કે ધરતી પર પ્રવર્તતા ભયને લઇ, શિયળ સંરક્ષણ કારણે તમે આ સ્વાંગ ધારણ કર્યો છે. આ સલામત સ્થાનમાં પગ મૂકતાંજ-મારે સમાગમ થતાંજ એ ઉતારી નાખશે. એ આશા રાખવી નકામી છે. રાજન થોડા કે ઘણુ વિલાસ પાછળ આખરે તે વિનાશનું આગમન નિશ્ચિત છે. બનાવે એવા બન્યા કે એ વિનાશની ઝાંખી મને જલ્દી થઈ. શિયળ રક્ષા અર્થે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.035251
Book TitleSati Shromani Chandanbala
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherShashikant And Co
Publication Year1948
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy