________________
ચમકારાની પરંપરા
૧૭૩
મિયા! છાવણીમાં કોઈને અત્યારે પ્રવેશ કરવા દેવાની સખત મનાઈ છે. વળી પ્રસ્થાન સમયે તમારાં દર્શન શુકનીયાળ પણ નથી ગણાતા. દુશ્મન નમતું આપવા તૈયારી દાખવે તે પણ અમારે સ્વામી એ ચંડાળ પુત્રને જતો કરવા કે એની જોડે સુલેહ કરવા ઉલુક્ત નહિ થાય.
અરે! તું કેઈન ચોકીદાર જણાય છે. જરા મારા ચહેરા તરફ નજર કર અને મને સત્વર આગળ વધવા દે. વિના કારણ વિલંબ ન કર. જે પળ જાય છે એ લાખેણી છે. સુલેહ તો ડોકિયાં કરી રહી છે. ફક્ત ભૂપને મળવાની જ ઢીલ છે. '
મિયા ! જરુર નવો છું, છતાં ફરજમાં ચૂક કે કોના ચહેરાથી ભોળવાઈ જઉં એવો નથી જ. ભ રહો, વૃદ્ધને બેલાવું.
અરે, શરસિંહ જદી જા અને સામેના કમરામાંથી માનસિંહજીને અહીં બોલાવી લાવ.
વૃદ્ધ માનસિંહ ધીમે પગલે આવી પહોંચ્યા. સાધ્વી મિયાના ચહેરા પર નજર પડતાં જ એનાથી બોલી જવાયું–
મહારાણીજી, આપ આ વેશમાં! અહો કેટલે વર્ષે અચાનક અહીં આવી ચઢયા?
ભાઈ! હું ઉતાવળમાં છું. મારે જલ્દી રાજવીને મળવું છે. આ દ્વારપાળ રોકી રહ્યો છે એને તું સમજાવ.
પવિત્ર માતા ! આપ સુખે સીધા. આપના ગુમ થયા પછી ચંપાના શિરે ઓછી નથી વીતી !
અરે, શરસિંહ ! સાધ્વીમાની સાથે જા.
વર્ષોની શોધ છતાં રાણી પદ્માવતીનો પત્તો નહોતો મળ્યો. જીવતા કે મૂઆના સમાચાર નહેાતા લાવ્યા. સૌના હાથ હેઠા પડ્યા હતા. એમને આમ અચાનક મેળાપ થવાથી વૃદ્ધ માનસિંહનું અંતર આનંShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com