________________
સમરભૂમિ ઉપર ચમત્કાર !
૧૭૧ નથી કરી રહ્યો. સગાને આધિન થઈ તમે લીધેલ પગલું મારી નજરે ટીકા પાત્ર નથી. “ જે કંઈ બને તે સારાને માટે જ ' એ જનવાયકાને સધિયારે લઈ, હું તે વર્તમાનને વિચાર કરૂં છું.
તમારા સરખી ક્ષત્રિયાણુની કુક્ષીએ જન્મેલ, અને એક પ્રસિદ્ધ ક્ષત્રિય કુલાવર્તાસના કુળમાં અવતરેલ સંતાન, “હું તમારો પુત્ર છું? એમ કહેતો સામે જઉં એમાં મારી, તમારી કે ખુદ દધિવાહન ભૂપની શાભા ન ગણાય. ક્ષાત્ર વૃત્તિમાં એ જાતના વર્તાવને સ્થાન નથી. એમાં પણ આ તો સમરાંગણની ધરતી. હું વિનય પૂર્વક આવીશ અને . પિતાના ચરણેમાં શિર નમાવીશ એ ચોક્કસ છે પણ તેમના તરફથી સુલેહ સૂચક ત ધ્વજ ફરકયા પછી જ. આ યુદ્ધના પ્રેરક તેઓ છે, હું નથી જ. પિતા-પુત્રના સંબંધમાં પણ યુદ્ધ રીતિને નેવે ન જ મૂકી શકાય. સિંહ સાવજ પોતાના મેભાને શાભતો જ આહાર કરે. ભૂખે મરવાનું પસંદ કરે, પણ એના મુખમાં સુધા શમાવવા તણખલું તો ન જ હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com