________________
૧૪૩.
શળીનું સિંહાસન નહીં પાધરા. એ આવા ઉતાવળીઆ પગલા પરથી જ સરજાયેલી કહેવતો છે.
ચંપાના રાજમાર્ગ ઉપરથી રાજસેવકે સુદર્શન શેઠને બંધનમાં જકડી, મનમાની ઠેકડી ઉડાવતાં શળી સ્થાન પર લઈ ચાલ્યા. માટે સમુદાય કૌમુદી માણવા ગયેલ હોવાથી શહેરમાં આ દશ્ય નિરખનારી સંખ્યા ઝાઝી નહતી. એમાં ઘણા ખરા તો “આ પવિત્ર અને સદાચારી શેઠ આવું કરવા જાય જ નહી” એમ હદયથી માનતા અને સાથીદારના કાનમાં ધીમેથી કહેતા.
“ભાઈ ! જરૂર દાળમાં કાળું છે. તે નિર્દોષ જ છે.' જવાબ મળતો કે વાત કહાડી નાંખવા જેવી નથી પણ સત્તા આગળ શાણપણ શા કામનું ? આ તો રાજવી જીતશત્રુ ! તૂટે તે રાજ દઈ દે નહીં તે ખેદાનમેદાન કરી વાળે ! અસત આચરણ પ્રત્યે એની ચીડ જાણીતી છે.”
શેઠ ભાર્યા મને રમાના કાને વાત આવી ચૂકી હતી. પિતાનો સ્વામી પ્રપંચનો ભોગ બને છે એવી તેણીને પાકી શ્રદ્ધા હતી. છતાં બનાવ એવી રીતે બની ગયો હતો કે એના અંકેડા હાથ આવતા નહતા. “ દુનિયા દેરંગી છે” એ જનવાયકા સાચી છે. થોડાક એવું પણ છડે ચોક બેલતાં–
જુવો આ ધરમના ઢીંગલા. ડોળ ધર્મકરણનો રાખી પછીથી કેવા કૂડા કામો આચરે છે. કહેવાય ધર્માત્મા, પણ ચરિત્ર જોઈએ તે સડેલા ! પાકા દંભીઓ ! ! ”
આવું સાંભળી આ પતિવ્રતાનું દિલ બળી જતું. પતિના શિરે એક તે ખોટું આળ, અને એ ઉપરાંત પવિત્ર આહંત ધર્મ ઉપર બેતાનું !
પુત્રો ઉત્સવમાં ગયા હતા. એમના કાને આ વાત નાખવા જ્યાં અનુચરને હાકલ કરે છે ત્યાં તે દ્વાર આગળથી પસાર થઈ રહેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com