________________
૧૬૪
સતી શિરોમણી ચંદનબાળા હેાય તે સત્વર કરશે. આવતી કાલે જ ખાંડાના ખેલ આરંભાય છે એટલે આજની ઘટિકાઓ મારે માટે મહામૂલી છે.
રાજવી કરડૂ! મારી એક જ સૂચના છે કે તું યુદ્ધથી વિરામ . પામ. એમાં અધર્મ છે, જીવોને ભયંકર સંહાર છે, અને વિનયધર્મનું ઉલ્લંઘન પણ છે. હાર સરખા સપુતને એ શોભતું નથી.
સાક્વીમાતા ! આપ અન્ય કંઈ કરવા કહે તે હું કરવા તૈયાર છું, પણ રાજધર્મના પાલન અર્થેક્ષાત્રવટની લાજ માટે-જે આવશ્યક છે તે ત્યજી દેવા હું શક્તિવંત નથી. આપ એમાં અધર્મ જુએ છે એ આપના સ્વાંગને જરૂર બંધબેસતું છે. ભયંકર સંહાર યાને માનવ જીવનની હાનિ છે એમાં શંકા જેવું નથી. પણ જ્યાં અતિ ઘણે અધર્મ અને અમર્યાદિત માનહાનિ ચાલી રહી હોય ત્યાં બીજો ઉપાય શું !
જ્યાં સત્ય અને ન્યાય–નીતિનું છડે ચોક લીલામ બોલાવાતું હોય, જ્યાં જન્મથી જ ઊંચ નીચના ભેદ પડાતા હોય ત્યાં આ તલવાર દ્વારા કેસલ કરી લેવાની અગત્ય ઊભી થાય છે. મારી ઇચ્છા સંગ્રામ ખેલવાની નહોતી છતાં ચંપાપતિએ એમાં મને ફરજ પાડી છે. :
પવિત્ર માતા ! આપને એ વાતની ખબર નહિં હોય પણ મારે જણાવવું જોઈએ કે આ ધરતી પર ધર્મ અને સમાજને નામે ઘણાં. ઘણું ધતિંગો ચાલી રહ્યાં છે. એ પાછળ સત્ય, નીતિ, કે પ્રમાણિકતા જેવા અણુમૂલા ગુણનું ખૂન થઈ રહ્યું છે. છતાં એ ખૂનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હાથ બાળનારા પિતાની જાતને પવિત્ર માને છે.
મારો જ દાખલો આપું. ચંડાળને ત્યાં જ એટલે અસ્પૃશ્ય ગણાય. કુદરતની કૃપાથી-ભાગ્યના ગે–રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત થઈ છતાં મારા તરફ ઊંચ તરીકેનું ગૌરવ લેતાં દ્વિજ સમુદાયને વિરોધ ચાલુ જ રહ્યો છે. એક દલીલ એ કરવામાં આવી છે કે હલકા કુળમાં . જન્મેલ હું રાજા થઈ જ ન શકું. પવિત્રતાને ઈજારો કેવલ બ્રાહ્મણ વર્ગનો જ છે. એ કહે તે જ બ્રહ્મવાકય ગણવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com