________________
૧૬૮
સતી શિરોમણી ચંદનબાળા મારા દિવસો કોઈ અનેરી રીતે જ્ઞાનાર્જનમાં અને આત્મચિંતનમાં વ્યતીત થવા લાગ્યાં. પતિ,પિતા, કે અન્ય કેઈ સગા સ્નેહીએાની વાત જાણે એક ગતકાલિન સ્વખસમ બનાવી દીધી.
પણ કાળનું ચક્ર તો અખલિત ગતિએ વહે છે. ગર્ભવૃદ્ધિ થતાં જ શરીરના ફેરફાર છૂપા ના રહ્યા. પ્રશ્ન શંકા શીળ બન્યું. આખરે ગુરૂણુ સમક્ષ મેં મુદ્દાની વાતને સ્ફોટ કર્યો. એ સાંભળતાં કોઈને મારા વર્તન સબંધી શંકા ન રહી. પણ સાધ્વી જીવન ટીકા પાત્ર ન લેખાય અને નિર્ચના ધર્મ સાથે અન્ય પંથ પ્રવર્તકે આંગળી ન ચીંધે એ સારું મારા પ્રસવ સુધીને વૃત્તાન ગુપ્તપણે ઊી લેવાનું નકકી થયું. શ્રદ્ધા સંપન્ન ઉપાસક મારફતે એ કામ પાર પડયું. જન્મ આપ્યા પછી ઉચિત સમય વીતતાં હું જ હને કામળમાં લપેટી, ચંડાળની પર્ણકુટિ નજીક ગુપ્તપણે મૂકી આવી હતી. સાધ્વી જીવનમાં હોવા છતાં લેહીને સંબંધ સાવ ભૂલી ગઈ નહોતી. મૂકતા પૂર્વે એ ચંડાળ દંપતીને કંઇ પણું સંતાન નથી, અને પત્નિને એ અભાવે દુઃખ થાય છે એવા સમાચાર ખાનગી રીતે મેળવી લીધા હતા. એ ઝુંપડી ભલે ગરીબની હેય, અરે મહાજનમાં એ જાતિ ભલે હલકી લેખાતી હોય છતાં પુત્રનો ઉછેર તે પ્રેમપૂર્વક થશે એવી પાકી ખાતરીથી એ કામ કર્યું હતું. અવાર નવાર એ એકાંત ભાગ તરફ જઈ, દરથી ઉછરતા પુત્રનું મુખ દર્શન સરળતાથી થઈ શકશે એ પણ આંતરિક આશય હતો જ.
પુત્ર ! સાધ્વી જીવનને ન છાજે, છતાં સ્નેહથી ખેંચાઈ હું ઘણીવાર એ તરફ આવી મારી ચક્ષુઓને ઠારી ગઈ હતી. મેટ થતાં, આજે તું જે નિર્ભયતા, પ્રમાણિક્તા અને સત્ય જેવા ગુણો માટે માન ધરાવતો થયો છે એ અમાપ દંપતીજીવનના એકધારા સંસ્કારના ફળરૂપે છે. બાળવય છતાં તું જે હિંમત દાખવતા એ જોઈ હું દૂરથી રાજી થતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com