________________
સમરભૂમિ ઉપર ચમત્કાર!
૧૬૭ પ્રાણેશ્વરી હતી. અન્ય રાજવી જેવી ભ્રમરવૃત્તિવાળા તે નહેતા. મારી વાત સાંભળીને દેહલો પૂર્ણ કરવાની વ્યવસ્થા તેમણે કરી. અંગરક્ષકોના પરિવાર સાથે હાથીપીઠ પર બેસી અમો નીકળ્યા.
નગરદ્વાર વટાવતાં જ કે દેવી કારણે હાથી ગાંડે બની દેડવા લાગ્યા. કેમે કર્યો મહાવતના કાબૂમાં ન રહ્યો. અંગરક્ષકે પાછળ રહી ગયા. મહાવત ગબડી પડ્યા. અમે: દંપતી ભયને કળી ગયા. સામે દેખાતા વડ નીચે હાથી જાય કે એની વડવાઈઓ પકડી લેવી એવો નિશ્ચય કર્યો. ચંપાપતિ તે પ્રમાણે કરી શક્યા પણ મારાથી એમ ન થઈ શક્યું. નતિજે એ આવ્યો કે હાથીની પીઠ પર એકાકી રહેલી હું વિકરાળ વનમાર્ગે, તોફાની વાયરામાં સપડાયેલ નાવ માફક ખેંચાઈ રહી. સંસારનાં દુઃખ અને કર્મરાજ, ને કેવા કેવા વેશ સજાવે છે એને સાચો ખ્યાલ મને એ વેળા જ આવ્યો. રાજ મહાલયનું જીવન શ્યા અને આ કપરી દશા કયાં! ઉભય વચ્ચેના તફાવતને પૂરે સાક્ષાત્કાર થયો. એ વેળા શ્રમણ ભગવાન મહાવીરને સંયમ માર્ગ એક જ નિર્ભય છે એમ સમજાયું.
સીતારો ચમકતા એટલે એક સરોવર નજીક એ જળ પીવા છે અને હું બાજુના ઝાડની ડાળી પકડી, એની પીઠ પરથી ઊતરી ધરતી પર આવી. મહા કષ્ટ, સુધાતૃષાના કપરાં દુઃખ વેઠી એક કુલપતિની સહાયથી દત્તપુરની ભાગોળ ભેગી થઈ. પણ રૂપવાન રમણી અને કુલીન ઘરની નારીને એ મેટા નગરમાં ભય સ્થાન એાછાં, નહતાં. જે અનુભવો મને એકલા થોડા દિવસમાં મળ્યા હતા એનાથી. મારે હદય તાર હાલી ઊઠ હતો. ચારિત્ર પંથ પ્રતિ સનેહ જભ્યો હતો. સંસારની અસારતા આંખે વળગી હતી. પહેાંચી સીધી સાધ્વીજીની વસતીમાં. ભાવિનો વિચાર કર્યા વગર અને ગર્ભવતી છું એવી વાત ઉચ્ચાર્યા વિના ગુણી પાસે દક્ષા લઈ લીધી. એક રીતે કહું તો સંસારના દરેક ભાગ અન્ય વહેવારિક બંધનેવી હું મુક્ત બની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com