________________
સમરભૂમિ ઉપર ચમત્કાર !
૧૬૩ મિયા, આજ કાલ ભિક્ષકના વેશે ગુપ્તચરે છાવણીમાં પ્રવેશી જઈ, જરૂરી બાતમી મેળવી, ભલભલા યુદ્ધ વિશારદની ભઠ્ઠી બગાડી નાંખે છે; છંદગીની કમાણી ધૂળ કરી નાંખે છે. રાજવીની આજ્ઞા છે કે સંકેત ચિન્હ વિનાના કોઈને પણ પ્રવેશ ન કરવા દે. ચાહે તે તે મરદ હેય કે ઓરત હોય; જાસુસો નારી વેશે આવ્યાના બનાવો પણ નોંધાયા છે.' • ભલા આદમી ! હારી વાત સે ટકા સાચી છે. પણ મારા સરખી શિક્ષણના વેશ પ્રતિ જરા નજર તો માંડ. આ સ્વાંગ સ્વીકાર્યા પછી પહેલી જ વાર આ ભૂમિમાં પગલાં માંડું છું. કામ અગત્યનું ન હોત તો મારે સ્વાધ્યાય છેડી અહીં આવતે પણ નહિ. હું કોઈ છૂપી બાતમીદાર નથી. મારા સરખી સાધ્વી પાસે સંકેત ચિહ્ન કેવું?
મિયા! તમારી મીઠી વાણું મને વિશ્વાસ મૂકવા લલચાવે છે. ઊભા રહો. હું એ માટે રાજવીને પૂછાવી લઉં.
ચોકીદારે પિતાના સાથીદારને હા પાડી, સાધ્વીવાળી વાત સમજવી, આજ્ઞા લેવા વિદાય કર્યો.
અલ્પ સમયમાં જ એ પાછો ફર્યો, અને સાધ્વીજીને મુખ્ય દ્વારથી દાખલ કરી, કરકંડૂ રાજવીની શિબિરમાં દોરી ગયો.
એ કાળે ધર્મનાં બહુમાન સવિશેષ હતાં. સંપ્રદાયના વર્તુળ કડક નહેાતાં બન્યાં. ત્યાગી જીવનમાં રમતા આત્મા પ્રત્યે રાજવીઓ અને એમના પ્રજાજને મસ્તક નમાવતાં. એમાં ધર્મની સાચી સમજ કરતાં વ્યવહારની પ્રધાનતા વધુ જણાતી. - સાધ્વીનાં પગલાં થતાં જ કરકંડૂએ સામે જઈ, તેમના ચરણમાં મસ્તક નમાવ્યું.
હસ્તધય જેડી, પ્રાર્થના કરતાં ઉચ્ચાર્યું કે–પૂજ્ય ગુરૂજી! આપને જે કંઈ કહેવાનું હેય, અગર તે જે કંઈ માંગણું કરવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com