________________
૧૫૪
સતી શિરામણી ચંદનબાળા
તપાસ કરાવી પણ હજુ સુધી તેમને પત્તો લાગ્યા નથી. વૈષપરિવર્તનમાં પંડિતાની ચપળતા ભારી હાવાથી આપણા સૈનિાની આંખમાં તે ધૂળનાંખી છટકી ગયા છે.
ગમે તેવા ઘટાટાપ કરવામાં આવે પણ પાપ છૂપું નથી રહેતુ. એ છાપરે ચઢીને ખેલે છે એ વાત સાચી જ છે. જો તેઓ આ કુભાંડમાં સંડેવાયા ન હોવ તે! શા સારૂ ભાગી જાત ? શેઠે ગમે તેવા ઢાંકપિછાડા કરે, અરે પેાતાના કર્મોને દોષ દે, પણ મારૂ અંતર સ્પષ્ટ પેાકારે છે કે આ કરતૂક પેલી પડિતાના છે અને એની આંખે જોનાર રાણી અભયા પણ એમાં ભળી
ખેર, બનનાર બની ગઇ ! તપાસ ચાલુ રાખેા. શેઠ જેવા પવિત્ર પુરૂષને બદલે કાઇ ખીજો હોત તે! આજે મારી આખનું લીલામ ખેલ્યું હોત. મારે હવે એવી રાણીએથી સર્યું ! હવે હું પદ્માની શેાધમાં જાતે નીકળીશ. મળશે તે ઠીક, નહીં તે। રાજ્ય ધુરા }ાઇ ચેાગ્ય પાત્રના હાથમાં સોંપી, આત્મશ્રેયના પંથે પડીશ. મારા આ નિર્ધાર છેવટને છે. અધિ કારી વ`માંના કાઇએ પણ લાગણીથી દેરવાઇ જઇ, મને એમાંથી પીછે હઠ કરવાની સલાહ ન આપવી એવી મારી આગ્રહભરી ભલામણ છે.
સુદર્શન શેઠ વાળા પ્રપંચમાં રાણીના હાથ છે એ સ્પષ્ટ છે. તેમ મારા પાછી વયના લગ્ન પણ એમાં એછા જવામદાર નથી. એ સંબંધમાં વધુ ઉહાપેાહની હવે અગત્ય નથી રહી, યશપાળ ! કિંમતી પેાશાક જલ્દી થી મ'ગાવો કે જેથી શ્રેષ્ઠિનું સન્માન કરવાનું કાર્યં આટાપી શકાય. આજથી હું જાહેર કરૂ છુ કે તે રાજ્યમાન પુરુષમાં અગ્રપદે છે અને તેમનાં નામ પૂર્વે ‘ રાજરત્ન ’ વિશેષણ વાપરવાની કર્મચારીઓને મારી આજ્ઞા છે અને પ્રજાને વિનંતી છે.
.
સભાજનેાના નાદ વચ્ચે ચારિત્રશીલ શેઠ સુદર્શનને કિંમતી પોષાક અર્પણ કરવાની ક્રિયા ખુદ ચ’પાપતિ એ પાતાના હાથે બજાવી.. એ પવિત્ર મહાત્માના નામની જયથી દરબારગઢ ગાજી રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com