________________
૧૫
સતી શિરામણ ચંદનબાળા
મહારાજ ! આપની વાત સાચી છે, એ કરકંડુ રાજા કંચનપુરની ગાદીને સાચો વારસ નથી. રાજા અપુત્ર મૃત્યુ પામતાં, અધિકારી વગે પંચ દિવ્ય દ્વારા પરીક્ષા કરી ચંપકવૃક્ષ હેઠળ સૂતેલાં આ માનવીને આણી રાજગાદી પર બેસાડી દીધો છે. નથી જોઈ જાત કે નથી વિચાર્યું કુળ!
એ જાતનો ચંડાળ પુત્ર છે. એને વૃત્તાન્ત હું તો પરથી જાણું છું. પણ મારો અવાજ સાંભળે કોણ ?
દુનિયા વાગતી વગાડે છે. ગરિબનો બેલી કાઈ નથી. ચંડાળના. પાય ચૂમે છે જ્યારે દિજને હડસેલા મારે છે.
પ્રધાનજી, આ તે કંઈ ત્રીજું જ નીકળ્યું ..
વિલંબ કરીને પણ કંચનપુર નરેશની કહાણ સાંભળવા જેવી જણાય છે. હલકી વર્ણ વિના આવા રૂકકો ન જ પાઠવે !
ભાઈ! તારે વૃત્તાંત યથાર્થ સ્વરૂપે, ટૂંકમાં કહી દેખાડ. મારાથી બનશે ત્યાં લગી તને સંતોષ થાય તેમ કરીશ.
મહારાજ ! આવા મીઠા શબ્દો મારી જીંદગીમાં આપશ્રીના મુખેથી પ્રથમ સાંભળવા મળે છે. એ મારું અહોભાગ્ય સમજું છું. આજે દિલાસો દેનાર પણ જવલ્લે જ મળે છે !
અંગદેશના સીમાડા પરને હું એક ગરીબ ગ્રામવાસી નસીબ અજમાવવા અને કુટુંબના પિષણ અર્થે કંઈ કમાણી કરવાના આશયથી બગલથેલા સાથે પગપાળા દત્તપુરની દિશામાં ચાલી નીકળ્યો. મજલ કાપતાં અઠવાડીયાના પ્રવાસ પછી લગભગ પહાર દહાડો ચઢતાં દત્તપુરની ભાગોળે આવી પહોંચ્યો. જરા આરામ લઈ પછી શહેરમાં પ્રવેશવું એ ઈરાદાથી, નજીક આવેલી મશાણ ભૂમિથી થોડે દૂર આવેલ વૃક્ષની છાયામાં પહે, અને આડે પડખે થયો. એ વેળા મશાણુ
ભૂમિનું રખોપું કરનાર ચંડાળપુત્ર અવકણિક ત્યાં બે ત્રણ છોકરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com