________________
કઈ વાડીનો મૂળો ?
૧૫૭
સાથે રમતો હતો. કંચનપુરને સ્વામી કરકંડૂ એજ પેલો અવકણિક. એના હાથે ખરજ આવતી હોવાથી, એ વારંવાર હાથને ખણત એટલે સાથે રમતા ગોઠીઆઓએ એનું નામ પાડયું “કરકંડૂ”. પછી તો એ નામથી જ પ્રસિદ્ધિ થઈ.
આડે પડખે થયેલ હું જાગૃત દશામાં હતો. એવામાં એ માર્ગે થઈ એક મુનિ યુગલ નીકળ્યું. એમાંના નાના મુનિએ હું સૂતો હતો એ ઝાડની સમીપમાં એક સુંદર વાંસને ઊગેલો જોઈ સામાન્ય વાંસ કરતાં આ વાંસમાં મનહરતા ભાળી, મોટા સાધુને પ્રશ્ન કર્યો.
વનસ્પતિના આ જીવમાં પણ ભાગ્યોદય સંભવે છે ને! તે વિના આટલી સુંદરતા ને સીધાપણું ન લાભે.
ભાઈ ! વાંસના આ દંડમાં તો જબરી શક્તિ છૂપાઈ છે. ત્રીજી ગાંઠ આગળથી કાપી લઈ, એને પાસે રાખનાર, જરૂર રાજગાદી પામે એવો યોગ છે.
ઉભય સાધુ વચ્ચે ચાલી રહેલી આ સામાન્ય વાત મેં તેમજ પેલા અવકણિકે સાંભળી. અમો બને એ દંડ હાથ કરવા દેગ્યા. મારે હાથ એના ઉપર પહેલો પડે. પછીજ અવકર્ણિકે ત્રીજી ગાંઠ આગળ, પાકી મૂક ભરી પોતાના સાગરીતને ઝુંપડીમાંથી દાતરડું લાવવાની સૂચના કરી, અને એ આવતાં જ વાંસને કાપી, મારા હાથ. માંથી એ દંડ છીનવી લીધે.
ન્યાય મારી બાજુ હોવા છતાં બળિયાના બે ભાગ જેવી દશાનો હું ભોગ બન્યા.
શહેરમાં જઈ આ વાત મેં પ્રથમ તે મારા જાત ભાઈઓને સંભળાવી. વર્ષોમાં ગુરૂ તરીકે ગણાતા તેઓ ઉશ્કેરાઈ ગયા. વાત મહાજનના કાને પહોંચી. સૌ કોના હદયમાં ચાંડાળપુત્રનું આવું વર્તન ખિલતા ભર્યું જણાયું. નગરશેઠે અવકર્ણિકના બાપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com