________________
૧૫૮
સતી શિરામણ ચંદનબાળા બોલાવી, દંડ આપી દેવાની અને પગે પડી માફી માગવાની આજ્ઞા કરી. એ સાંજે તે હું રાજા થવાના સ્વપ્નમાં મશગુલ બન્યો. પણ સવાર પડતાં જ અયોધ્યાની પ્રજાએ શ્રીરામની રાજગાદીને બદલે જેમ વનવાસ પ્રયાણ જોયું તેમ મારી આશાને કાટ ધરાશાયી થઈ ગયો.
મહાજન અને નગરશેઠના દબાણને વશ થવાને બદલે પેલે ચાંડાળ પિતાની ઘરવખરી સાથે ઉચાળા ભરી ગયો હતો.
દંડ પાછળની મહત્તા મારા અંતરમાં હસી હેવાથી મેં એની પાકી શોધ કરવાનો નિશ્ચય કર્યો. એ અંગેની તૈયારીમાં થોડા દિન દત્તપુરમાં જ વીતી ગયા. પછી આસપાસના પ્રદેશ ખૂંદતો હું આગળ વધ્યો. કંચનપુરમાં આવે ત્યારે ત્યાં પૂર્વે જણાવ્યું તેમ કરડૂ રાજાની ગાદીએ આવ્યા સંબંધી વાત જાણી. અશ્વારીયે નીકળેલા એ ભાઈશ્રી પાંચને નજરે જોયા પછી પાકી ખાતરી થઈ. સાધુવચનની સત્યતા નજરે જોઈ. પણ રાજા સામે મારું શું ચાલે? બહુ બહુ પ્રયાસ કરી, પ્રથમ જાતભાઈઓને ઢંઢોળ્યા. એ પછી મહાજનમાં વાત પહોંચાડી. ચંડાળપુત્ર રાજવી બને, એ સામે સૌને પ્રાપ જગાવ્યો. પવિત્રતાના નામે સૌમાં ઝનૂન પ્રગટાવ્યું.
પ્રજાએ તક સાધી બળવો કર્યો. પણ કરકંડૂએ તે અજબ શરાતન દાખવ્યું. ભલભલા ક્ષત્રિય મહારથીને હંફાવે તેવા પરાક્રમથી બળવો દાબી દીધો. બાપકાર જાહેર કર્યું કે–વીર ભાગ્યા વસુંધરા”
વિશેષમાં જણાવ્યું કે-ઊંચ નીચના ભેદ એ જન્મ આશ્રયી ન સંભ પણ કર્મઆશ્રયી ગણાય.
મારા હાથ હેઠા પડયા. રાજ્યની આશા લુપ્ત થઈ. મેં ભૂપને આજીજી કરી કે મારા હકક તરીકે અડધો ભાગ જોઈએ. ભલે એ ન મળે પણ મને એક મનપસંદ ગામની ભેટ મળવી જોઈએ. રાજવીએ ઉછળતા હદયે એ વાત સ્વીકારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com