________________
કઈ વાડીને મૂળો ? .
૧૫૯ મેં મારા વતનમાં પાછા ફરી સુખે રહેવાની દષ્ટિયે અંગદેશનું ગામ માંગ્યું.
સ્વામી! આ મારી કરમકથની. વિપ્ર જેવાના કુળમાં અવતર્યા છતાં મારે જ્યારે રોટલાના ફાંફાં છે ત્યારે પેલો ચંડાળ કુળત્પન્ન અવકણિક રાજ્યમહાલયના સુખ ભોગવે છે. આ વિધાતા! તારી કળા ગહન છે?
કેમ પ્રધાનજી ! આ વિષ્યમાં તમારી શું સલાહ બેસે છે ?
મહારાજ ! આખો કિસ્સો એકજ વાત બતાવે છે કે-લલાટના લેખ મિયા નથી થતા અને ભાગ્યવાનને ઘેર ભૂત રળે છે તે વિના બેવારના પડકાર સામે સામાન્ય એ અવકર્ણિક ચંડાળપુત્ર ટકી શકે ખરો !
યશપાળ કહે, વચમાં બોલવા માટે ક્ષમા ચાહું છું, પણ મને પ્રધાનના અનુમાન ઉપરાંત એમ પણ બેસે છે કે-અવકર્ણિક ચંડાળ પુત્ર ન હોવો જોઈએ. એણે જે ક્ષાત્રતેજનું પાણું બતાવ્યું એ વાત પરથીજ મારી આ માન્યતા બંધાય છે.
તમારા ઉભયના અભિપ્રાયનો અર્થ એ થયો કે રાજવી કરકંડૂના આ રૂકાને માન આપી, આ ભૂદેવને મારે ગામ આપવું. એવું વેચાણ ફરજીયાત કરવું !
પણ અહીં જ આપણું મંતવ્યમાં ફેર પડે છે. મારા પ્રજાજન એવા આ દિજ પ્રત્યે મને માન છે. એની આજીવિકાનો પ્રબંધ તે કરાવીશ પણ સાથેસાથ એના હકકનું રાજ્ય પણ અપાવવા જરૂર હું કમર કસીશ. દંડ પર એને હાથે પ્રથમ પડયો છે.
એ કરકÇ તે કઈ વાડીનો મૂળો કે જેના લખાણુથી હું મારું ગામ આપું કિંવા એ રૂકાને અમલ કરું?
એ ચંડાળ તનુજ ભલે દત્તપુરના મહાજનની આંખમાં ધૂળ નાખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com