________________
કઇ વાડીના મૂળા ?
૧૫૧
ત્યાં પહેરેગીરે આવી નમ્રતાપૂર્વક જણાવ્યું ૐ મહારાજ! કાઇ પરદેશથી આવેલ વિપ્ર આપની હજુરમાં આવી કંઈ નિવેદન કરવા ચાહે છે. જા, જા, સત્તર એને પ્રવેશ કરાવ. આ માંગલિક પ્રસંગે ભૂદેવનુ આગમન શુભાશિષ રૂપ ગણાય.
બ્રાહ્મણે આવી નમસ્કાર કર્યો અને પેાતાના હાથમાંને પત્ર રાજ્વી સન્મુખ મૂકયા, એ સાથે ઊમેયું કે,
હું કંચનપુરના સ્વામીના આ રૂક્કો લઇ સીધા ચાલ્યા આવું છું. એમાં લખ્યા મુજબ વાતને અમલ તાકીદે કરાવી, આ કિંકરનું દુઃખ જલ્દી ટાળશે. એ મેળવતાં મારા લેાહીને પાણી એક થયા છે. આપદા વેડવામાં કમીના નથી રહી.
પ્રધાનજી, જુએ, એ રૂક્કામાં શું લખ્યું છે ?
મહારાજ ! કંચનપુરના રાજવી કરકર્દૂ. આપને એક ગામ આ દ્વિજને બક્ષિસ આપવાનું લખે છે. એ 'ગે જે બદલા—ગામ અગર રકમ–જણાવશે। . તે તેએ આપશે એમ જણાવે છે. અંતમાં આગ્રહ કરે છે કે પેાતાની પ્રતિજ્ઞાના પાલન અર્થે આ ભૂદેવને અંગ દેશમાં ગામ આપવાનુ છે એટલે એ જલ્દી અપાવું જોઇએ.
વાહ ! આ પણ કાઈ વિચિત્ર વાત ! મારા પ્રદેશમાંનું ગામ બક્ષિસ કરવાને ઇજારા કાઇ અન્ય રાજવીને મેં આપ્યા નથી. એ તે। મારી મરજીના સવાલ. કદાચ કારણુ પરત્વે એવી અગત્ય ઊભી થઇ હેાય તે પ્રથમ એલચી મેકલી એ અંગે વાટાધાટ કરવી જોઇએ. આ ટ્રાઇ નવેા ગાદીએ આવ્યા જણાય છે. એ વિના તે આવી લખાપટી કરે ! કેમ જાણે અહીં એ મહાશયની આજ્ઞા ઉઠાવવા આપણે બધા ન એકઠા થયા ડ્રાઇએ !
‘નવે। ’શબ્દ સાંભળતાં જ જિથી ન રહેવાયું. પૂનુ વેર અને અસ તેય ઉભરાઈ આવ્યેા. અને આવેગમાં એનાથી મેલી દેવાયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com