________________
કઈ વાડીને મૂળો ?
૧૫૩
પ્રાતઃકાળે ગયા હતા. મકાન આગળ બીજે દિને સરઘસ આવ્યું ત્યારે જ ખબર પડી કે એ ગુન્હેગાર તો પોતાના સ્વામી છે. કદાચ સૂર્ય પશ્ચિમમાં ઊગે કિવા સ્થિર એવો મેરૂગિરિ ડોલાયમાન થાય, પણ પિતાના પતિના હાથે આવું હલકટ કાર્ય કદી પણ ન સંભવે. એ પાકી
ખાતરીના જોરે પિતાના ગૃહમંદિરમાં દેવાધિદેવની સન્મુખ એ કલંક ઊતરે નહીં ત્યાં લગી કાયોત્સર્ગમાં રહેવું. એવી પ્રતિજ્ઞા કરી ઊભી. અને કલંક ઊતર્યાની વાત સાંભળ્યા પછી જ કાયોત્સર્ગ પાળ્યો.
શેઠ સાહેબ ! તો આ વાત પર પ્રકાશ પાડશો? - મહારાજ ! કાયોત્સર્ગમાં રહેલ હું જે કંઈ કર્થના પામ્યો છું એમાં ભાગ ભજવનારા પાત્રો તે નિમિત્ત રૂપ છે. સાચા શત્રુઓ તો મારા પૂર્વના કર્મો છે. મારી સમજણે મને અકાર્યમાંથી બચાવ્યો છે એટલું જ નહીં, પણ સૌ સારાં વાનાં કર્યા છે. આટલેથી આ બનાવ પર પડદો પડે એવી મારી ઇચ્છા છે. • પ્રજાજનો ! શેઠને જવાબ એક ધમ્ પુરૂષને શોભે તે હોવા છતાં, ન્યાય તોલવામાં ઉપયોગી થઈ પડે તેવો ન ગણાય.
મંત્રીજી ! અંતઃપુરમાં માણસ મોકલી અભયારાણી અને એની સખી પંડિતાને સત્વર તેડાવો. તેમની જુબાની વિના આ બનાવ પાછળને ભેદ કળાય તેમ નથી. ખડકસિંહની વાત પરથી આ પ્રપંચમાં તેઓ જ જવાબદાર છે એ વાત દીવા જેવી સ્પષ્ટ જણાઈ આવી છે. હવે તેમના માટે એ કબૂલાવીએ એટલે કાર્ય પૂરું થાય.
રાજાધિરાજ ! આપની માફક મારી માન્યતા હોવાથી સવારમાં આજ્ઞા થતાં જ કોટવાળને અંતઃપુર પર નજર રાખવા દોડાવેલા. પણ અફસોસ! એ પહેચે તે પૂર્વે શૂળીના સિંહાસનમાં પરિણમવા સંબંધી સમાચારે રાણીજી તથા પંડિતાના હદયમાં ક્ષેભ જન્માવ્યો હશે એટલે
તરતજ તે ઉભય મહેલ છોડી ભાગી ગયા છે. આસ પાસ ઘણે સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com