________________
પ્રકરણ ૧૬ મું કઈ વાડીને મૂળે?
વિશ્વમાં થનારી મોટી ઉથલપાથલના મૂળમાં ઊંડા ઊતરીશું તે જણાશે કે એનો ઉદ્ભવ એકાદા નાનકડા બનાવમાંથી થયો હોય છે. વાચકની નજર સામે વર્તમાન યુગનો યુરોપનો ઈતિહાસ એ વાતના જીવંત દૃષ્ટાન્તરૂપ છે જ. એમાં ચઢતી પડતીના રંગો જેવાના મળે છે અને એથી નકશાના રંગો કેવી ઝડપથી બદલાઈ જાય છે એ જાણવાનું પણ પ્રાપ્ત થાય છે. ભૂતકાળના ગર્ભમાં પણ આ જાતની સેંકડે કહાણીઓ ભરી પડી છે. જે ભૂમિ પર ત્રણ ત્રણ ચક્રવર્તીઓ થયા એવી હસ્તિનાપુરની પ્રતિષ્ઠા હવામાં ઊડી ગઈ અને ત્રિખંડાધિપતિ શ્રીકૃષ્ણ વાસુદેવની અલકાપુરીને ટક્કર મારે તેવી દ્વારામતી નગરી ભડકે બળી રહી. એ પાછળ ભલેને સાંકળના આંકડાની હારમાળા રચાઇ હોય, છતાં મૂળમાં તે એકાદો નાનો બનાવ જ આંખે ચઢે છે.
ચંપાપતિના દરબારમાં આજનું દશ્ય જુદુ જ તરી આવતું હતું. દધિવાહન ભૂપને દિમાગ આજે તો કોઈ જુદા જ સ્વરૂપે ઓજસ પાથરતો સભા જન પર અનોખી છાપ પાડી રહ્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com