________________
શળીનું સિંહાસન
૧૪૯
ઘટિકાના આ કામમાં અમને સારી રોજી મળતી. આ કાર્યમાં કંઈ પણ ભેદ કે કાવતરૂં હશે એવી જરા સરખી ગંધ પણ નહોતી આવી. .
આ તે ગઈ સવારે મને વસતી બતાવી, રાતે હાજર રહેવાની વરદી આપી. હું સમજ્યો કે આજે આ સ્થાનમાંથી મૂર્તિ લઈ જવાની હશે. રાત્રે પાલખી સાથે આવ્યા પછી જ ખબર પડી કે સવારે જે ગૃહસ્થને ઓળખાવેલા એ ગૃહસ્થને જ પાલખીમાં લઈ જવાના છે. સાંભળતાં મનમાં કંઈક ઉકળાટ થયો પણ આ બાઇની લાગવગ અને એની કાર્યવાહી, વિના રોકટકે થતી જોઈ એ તરત જ શમી ગયો. માની લીધું કે આજે આ પવિત્ર પુરુષની ચરણ રજ લેવાની હશે.
માલિક ! જે સ્થિતિમાં એ ધ્યાનમાં ઊભા હતા એ સ્થિતિમાં જ અમે ઊચકેલા (નથી તે એ કંઈ બોલ્યા કે નથી તે કંઈ વાંકા ટૂંકા થયા) મારી નજરે જીવંત પ્રતિમા જેવા જ લાગ્યા ! પાલખીમાં ગોઠવવાની વ્યવસ્થા પણ મારે જ કરવી પડી. મહેલના કમરામાં ઉતાર્યા તે ત્યાં પણ એ જ ક્યાનમાં. આવા પવિત્ર સંતની ચરણ રજ જરૂર મનખા દેહને સફળ કરે.
મૂકીને પાછા વળ્યા ત્યારે અને સર્વને ઠરાવેલા દામ ઉપરાંત વધુ આપી ખુશી કર્યા અને પાલખી લેવા પાછા આવવાનું નથી એમ કહી વિદાય આપી.
કાલે વળી નવું કામ શોધવાની વાત કરતાં અમો સર્વ પોતાના ઘેર સિધાવ્યા. આજનો દિવસ આરામ લેવાના ઇરાદાથી હું ઘેર રહો હતા અને નાસ્તો કરી જરા બજાર તરફ નીકળ્યો હતો ત્યાં સરઘસ જોયું. શેઠને ઓળખ્યા. પણ એમના માટે તે તદ્દન જુદું જ કહેવાતું સાંભળ્યું. એ જાણું છું તો ઠરી ગયે. આ પવિત્ર પુરુષ, રાણી માતાના દેહ ઉપર હુમલે કરે એ વાત મારા ગળે છે ઊતરે?
પાસે ઊભેલા માનવીને પૂછ્યું. શું આ સાચું કહે છે? એ બોલ્યો –અરે ગાંડા ભાઈ! શંકા કરવાપણું જ નથી. ચોકીદારોએ પકડ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com