________________
૧૪૮
સતી શિરોમણી ચંદનબાળા બની જાય છે. એને પ્રત્યક્ષ પુરાવો તમારા નેત્રો સામે છે. આવા પુણ્યશ્લેઝી આત્મા તો ધન્યવાદને પાત્ર છે.
રાજવી આગળ આવી, પિતાને પ્રમાદ કબૂલવાની તૈયારી દાખવી, શાસન દેવતા પ્રતિ જ્યાં ઊંચી નજર કરે છે ત્યાં તે આભ સિવાય કંઈ જ નથી!
સાચા ગુન્હેગારને શોધવાની જવાબદારી તો નૃપશિરે ઊભી રહી ! નેહ ગ્રંથીમાં મુગ્ધ એવા નૃપને અભયારાણું માટે શંકા જાય પણ શી રીતે ? શેઠ તો સો ટચના સુવર્ણ જેવા છે એ દેવી વચનમાં પણ શંકા ન રહી. તે આ બનાવ પાછળ સત્ય શું ?
સૌ કોઈ વિચાર મગ્ન દશામાં મૌન બન્યા! ત્યાં તો શેઠના સિંહાસન આગળ આળેટી રહેલા ખડકસિંહના શબ્દો સ્પષ્ટ સંભળાયા.
એ મહાત્મા ! મારો અપરાધ માફ કરે. કેવળ ધનના લેભે આ . કામમાં મેં હાથ બોળ્યા છે અને આપ સરખા ધર્માત્માને વિટંબણામાં હડસેલ્યા છે.
તરત જ ભૂપે પાસે બેલાવી સવાલ કર્યોઅલ્યા માનવી ! આ કેમ બન્યું તે તું જાણે છે?
મહારાજ ! મને ઝાઝી ખબર નથી; પણ મહામંદિરની નજિક આવેલી વસતીમાંથી આ સાધુ પુરુષને ઉચકાવી પાલખીમાં નાંખી, દરબારગઢમાં પહોંચાડી આવનાર હું જ છું. રાજમહાલયની, ઉજળા. ચહેરાની અને કુલિન ઘરની નારી સમ શોભતી એક રમણીએ મને લગભગ મહિનાથી રાજ્યો હતો. હોં માંગ્યા પૈસા મળવાના લેભે હું આ કામમાં પડે હતો. શરૂઆતમાં તે હારે માત્ર ભાગોળના શિવમંદિરમાંથી રવિવારના દિને એક યક્ષમૂર્તિને પાલખીમાં મૂકી: દરબારગઢમાં લઈ જવી પડતી, અને પૂજન વિધિ પૂરી થતાં પાછી
લાવી મંદિર મૂકી દેવી પડતી. એ સારૂ મેં ચાર માણસ રોકેલા. થોડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com