________________
१४७
શૂળીનું સિંહાસન કરી શાસન દેવી તેમના ગળામાં પુષ્પની માળા પહેરાવી રહી હતી. પ્રેક્ષક ગણુમાં શ્રેષ્ઠિની પવિત્રતાના ગુણગાન થઈ રહ્યાં હતાં. એક ખડતલ શરીરનો આદમી તો એમના પગ આગળ લાંબો થઈ દંડવત પ્રણામ કરતાં કંઇ લવી રહ્યો હતો.
ત્યાં તે શાસન સુરીને દિવ્ય રવ સૌ કોઇના કર્ણપટ પર રૂપાની ઘંટડીના રણકાર સમ અથડા
ચંપાના પુરજનો ! સતી મનોરમાના–પોતાના ગૃહમંદિરમાં– નિશ્ચળ ધ્યાનના બળથી આકર્ષાઈ, દધિવાહન જેવા પ્રજાવત્સલ અને ધર્મ વૃત્તિના ભૂપના હાથે આવો અધર્મ ન થાય એ અર્થે હું આવી છું. ન્યાયના તોલનમાં કે માનવ કે કઈ દેવને આડા હાથ ધરવાનું કારણ ન જ હોય. પ્રજા સમૂહમાં આચાર–વિચારની પવિત્રતા જળવાય એ જોવાની નગર સ્વામીની ફરજ ગણાય. પણ સાથે સાથે એ અવશ્ય યાદ રાખવું પડે કે કોઈ ઉતાવળીયા પગલાથી અથવા તે રભસવૃત્તિના જે નિર્દોષ વ્યક્તિને સર્વનાશ ન થાય. નિર્દોષ માનવના એક રક્તબિન્દુમાં સારીયે જનતાનું અકલ્યાણ નેતરવાની તાકાત છે. નિર્દોષ–ગરીબ-રાંકની હાય નિષ્ફળ જતી નથી. આ બનાવ પાછળ દોરી સંચાર કેણે કર્યો અને દેષિત કેણ છે? એ તપાસવાનું કાર્ય ન્યાય તેલનારા શિરે રાખી હું એટલું નિઃશંકપણે • જણાવું છું કે
આ સુદર્શન શેઠ સ્વદારા સંતેવી વર્ગમાં મુગટ સમા હાઈ પંચ માત્ર દેષિત નથી. પૌષધ જેવી ધરમ ક્રિયા અને ધ્યાનમાં રક્ત એવા તેઓ ષડયંત્રકારીઓના હાથે ઉચકાયા અને આ કલંકિત દશાએ
પહોંચ્યા. આમ છતાં પાપીઓના હાથ હેઠા પડયા ! પ્રબળ પુન્યના વેગે અને અખૂટ આયુષ્યના જોરે શુળીને કાંટો પણ તેમને પ્રાણ ન - હરી શક્યા. પુન્યશાળીની તેજસ્વિતા સામે નિધન પણ નિધાનસમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com