________________
૧૫૦
સતી શિરોમણી ચંદનબાળા અને રાજવીએ શૂળી પર ચઢાવી દેવાની આજ્ઞા પણ આપી ! તેથી તે કેટવાળ તે તરફ લઈ જાય છે તે જોતા નથી ?
આવા તો કંઇ ધતિંગે ચાલે છે. આ તો ઉજળા ઠગ ! આ સાંભળતાં જ મને આઘાત થયો. અંતર પોકારી ઊઠયું–હરગીજ આ શેઠ તો નિર્દોષ છે.
બાપુ ! અમ સરખા અભણ–ગામડીઆની વાત માને પણ કોણ? વળી હું પૂરું સમજ્યા વિના કહું પણ શું ! હું પણ પાછળ પાછળ ચાલ્યો. મનમાં પરભુને કહેતો હતો દેવ, તું તો તારણહાર છે. નધારાને આધાર છે. બાપજી આ શેઠને બચાવજે. એમને ઉઠાવી લઈ ' જનાર અપરાધી તો હું છું. મને શી ખબર કે એમ કરવામાં એનો . સર્વ નાશ થશે. પણ મારી એ પ્રાર્થના સંભળાઈ, અને આ બન્યું એ તો આપ નજરે જુવો છો.
મારે એ મહાત્માની માફી માંગવી જ ઘટે ને ! પ્રેક્ષક વર્ગ ખડકસિંહની કહાણું સાંભળી આશ્ચર્યથી ગરકાવ બની ગયો. પણ રાજાના મગજમાં એ સાંભળ્યા પછી આ બનાવ પાછળના થોડા આંકડા સંધાયા. તેઓ શેઠને પ્રણામ કરી, ધન્યવાદ આપતાં બેલ્યા. ધર્મી પુરૂષ ! મારી ઉતાવળથી તમેને ઘણો જ અન્યાય થયો છે. . એ માટે હું દિલગીર છું. તમે એ મનમાં ન લાવશે. યશપાળ, જાવ શેઠશ્રીને માન પુરસ્સર તેમને ઘેર લઈ જાવ. સતી મનોરમાને કાયોત્સર્ગ પળા; અને આ સંબંધમાં વધુ માહિતી મળી શકે તેમ હોય તો તેમની પાસેથી મેળવો.
પ્રધાનજી, બરના દરબાર ભરવાની જાહેરાત કરે. ગુન્હેગારને શોધી જરૂર નશિયત કરવી જોઈએ. એ સાથે આ નરરત્નનું સન્માન પણ કરવાનું જ.
કાટવાળ ! તમે જલ્દી અંતઃપુરમાં જાવ, અને ત્યાંથી એક પણ વ્યક્તિ–દાસ-દાસ પહેરેગીર કે ખુદ રાણું ખસવા ન પામે એ બંદોબસ્ત કરે.
હું સમય થતાં શિબિરમાંથી બારેબાર આવી પહોંચીશ.
•
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com