________________
૧૪૪
સતી શિરામણી ચંદનબાળા સરઘસને જોયું. નીચી મુદ્રા અને એક સમતાર્થ પિતાના નામ ઉપર વરસી રહેલા કટુવાણું-વિચિત્ર પ્રકારના ઉપાલંભ સહન કરતા શેઠ પસાર થઈ રહ્યા છે. ફીટકારેની ઝડી વચ્ચે પણ એમની શાંતિ જરા પણ જોખમાઈ નથી
આ દશ્ય જોયું અને મનેરમાના વિચાર બદલાયા. અંતર પોકારી ઊયું–શા સારૂ પુત્રોને બોલાવવા? કર્મના પ્રપંચને ભોગ જ્યાં ભલભલા માંધાતા બન્યા છે ત્યાં મારા નાથ જેવાની શી ગણના! ગ્રહણ સૂર્ય, ચંદ્ર જેવાને જ લાગે છે ને ! સતીઓના શિરે ક્યાં
લંકે નથી ચઢ્યા? આ ચંપાનગરીમાં જ જન્મેલી સુભદ્રા સતીને કલંક નહોતું ચુંટયું? સાચું સોનું જેમ જેમ તવાય તેમ તેમ વધુ તેજને ધારણ કરે. કલંક એ તો સતીઓ માટે પરીક્ષાનો પ્રસંગ. રાજવી બિચારે નિમિત્ત રૂપ છે, સાચાં દેષિત તે પૂર્વ કર્મો જ છે. એને હઠાવવા સારૂ નિશ્ચળ ધ્યાન ધરવું એ જલદ ઉપાય છે. ભગવંતો થાલી વગાડી કહી ગયા છે કે સત્યમેવ જો. અર્થાત “સાચને આચ' આવતી નથી જ.’
સહધર્મચારિણી તરિકે મારે ધર્મ, આવેલ કષ્ટમાં ભાગ પડાવવાને છે. બીજા ત્રીજા વિચાર છેડી ઝટ એમાં જ ચિત્ત પવવું જોઈએ એમ બોલતી મનોરમા, પિતાના આવાસના ઘરમંદિરમાં શ્રી અહંન્ત પ્રભુની મૂર્તિ સામે હસ્તય જોડે કહેવા લાગી, “હે પ્રભો ! મારું હૃદય પોકારે છે કે મારા સ્વામી નિર્દોષ છે. તેઓ સ્વપ્ન પણ આ માર્ગે જાય નહીં. જ્યાં લગી તેમના શિરેથી આ કલંક ઉતરે નહીં ત્યાં લગી હું મારી કાયાને વોસિરાવી, કાયેત્સર્ગમાં ચિત્ત પરેવું છું.' - સૂર્યની ગરમીના વધવા સાથે, શૂળીના હુકમની વાત જેમ વિસ્તરવ.. માંડી તેમ આમજનતાની ગરમી પણ વધવા લાગી. મહોત્સવના પ્રદેશમાં પણ કચવાટ શરૂ થયો. શેઠના હાથે આવું દુષ્કૃત્ય થાય જ નહીં એમ વદનારો વર્ગ અતિ મેટો હતો. મહાજનના અગ્રેસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com