________________
૧૨૮
સતી શિમણી ચંદનબાળા કમરામાં પ્રવેશ્યા છતાં, અને ચક્ષુ સામે સફેદ ચાદરથી આચ્છાદિત પલંગ અને એ ઉપર મશરૂનાં ઓશિકાં જેવા છતાં રાણુને એમાં પડી આરામ લેવાનું મન ન થયું. મનમાં પુત્ર પ્રાપ્તિની અદમ્ય ભૂખ ભભકતી હતી. વારંવાર વિચાર પણ એ અંગે જ આવતા હતા, ઉદાહરણ પણ એને અનુરૂપ જડતાં વનસ્પતિ જેવી એકેંદ્રિય જાતિમાં પણ રૂપ આપવાનો–નવ પલ્લવિત થવાનો–સ્વભાવ છે અને હું એથી વંચીત ! કેરીઓથી લચી રહેલ આમ્ર વૃક્ષ મંગલિક ટાણે યાદ કરાય,
અરે મૂખ્ય દ્વાર પર એના પર્ણોનું તોરણ બંધાય. કારણ એક જ અને તે ફળવાપણાનું !
તિયંત્ર કટિમાં લેખાતાં પશુપંખીઓ પણ પિતાના પરવશ ગણાતા જીવનમાં બચ્ચાં-કચ્ચાં સહ બેસી કલેલ કરવાની ઘડીઓ મેળવે છે જ્યારે હું જ કેવળ એકલવાયી ! દંપતી જીવનની સફળતા વંશ વેલની વિકસ્વરતામાં છે. ગૃહસ્થ જીવનની એકરસતા–પૂર્ણલય લીનતામાંથી જ સંતાનરૂ૫ પાકને ઉભવ થાય છે. ઉભયના પ્રતિબિંબ રૂપ અર્ભક એ ગુણદર્શક આરિસો કે વજુગાંઠે ગાંઠતો અતૂટ ધાગો! જ્યાં એ નથી ત્યાં કંઈજ નથી.
કઈબી રીતે, ગમે તેવા સાહસે મારૂં વાંઝીયાપણું તે ટાળવું જ જોઈએ.
હા, હા, એ વાત સો ટકા સાચી. પણ– . અરે પંડિતા, તું કયારની અહીં આવી છે?
તમે રહ્યા મહારાષ્ટ્ર, કેણ કયારથી આવ્યું છે અગર કયાં ઊભું છે? એની પરવા આપ સરખાને કયાંથી હોય?
સખી, પારાયણ કરવાનું મૂકી જે હોય તે ઝટ કહી નાખ.
કેને કહું? રસેઈઓ ભાણું પીરસીને દાસીઓને દોડાવે. મહારાજા, વાટ જોતાં ભાણપર બેસી રહે અને આપ તો અહ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com