________________
કૌમુદી મહત્ત્વ
૧૩૫ મહાવતને આજ્ઞા કરી કે ગજરાજને નજીક લાવો. અને રહસ્યમંત્રી યશપાલ પાસે આવી પ્રશ્ન કરે તે પૂર્વે જ એ બોલ્યા–
રણની તબિઅસ્ત અસ્વસ્થ છે. છેલ્લા ઉદ્યાન દર્શનથી પાછા ફર્યા પછી કંઈક માનસિક પીડા રહે છે. ખાસ ચિંતાનું કારણ નથી. આ વેળા તેણી સાથમાં આવનાર નથી.
મહાવત હાથીને ઓટલા નજીક લાવ્યો કે તરત જ ફલાંગ મારી ભૂપતિ હેદ્દામાં ચઢી બેઠા અને સવારીને આગળ વધવાની આજ્ઞા સંભળાવી બજાર માર્ગે જેમ જેમ એ આગળ જતી ગઈ તેમ તેમ જનસમૂહની ભીડ પાછળ વધતી ચાલી. જેનારા કરતાં સાથે જનારાની સંખ્યા અતિ મેટી હતી.
સુદર્શન શેઠની હવેલી આગળથી સવારી પસાર થઈ રહી. રાજવીની નજર ઝરૂખામાં ઉભેલા શેઠ પુત્રો તરફ ગઈ. તેઓ પણ ઝટ ઊતરવા માંડયા અને પાછળના વૃદમાં ભેળાયા. પૂર્ણિમા એટલે પાખીને દિવસ. સુદર્શન શેઠ તે દેવાલય સમીપની પૌષધ શાળામાં પૌષધ વ્રતમાં સવારથી બેઠેલા. માત્ર જનતાને મેટો ભાગ જ નહીં સણ ખુદ રાજવી પિતે જાણતા હતા કે શેઠશ્રી દરેક પર્વણીમાં પૌષધ વ્રત કરે છે એટલે જ એ ઉત્સવમાં જોડાઈ શકતા નથી. રાજમાર્ગ વટાવી મુખ્ય દરવાજામાં છ સવારી જ્યાં કૌમુદી મહત્સવની ઉજવણી થવાની હતી એ મેદાનમાં આવી પહોંચી ત્યારે ધરતી પર સંખ્યાના ઓળા ઊતરી ચૂક્યા હતા. ઠેર ઠેર દીવાઓની શ્રેણી પ્રગટવાને આરબ પણ ન હતું. આકાશમાં હજુ ચંદ્રદેવ પૂર્ણ કળામાં પ્રવેશ્યા નહતા; એટલે દીપકેના પ્રકાશમાં જનસમૂહ સવારીમાંથી રાજવી જ્યાં પોતાને માટે નિયત કરેલ જરિયાનભરીત શમિયાનામાં સિધાવ્યા કે તરત જ, વિખરાવા માંડયા અને રાત્રિ માટેના વિશ્રામસ્થાનનો સ્વણમાં પડે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com