________________
૧૩૬
સતી શિરોમણી ચંદનબાળા નાનકડી છાવણી સમા આ પ્રદેશવાસીઓને કૌમુદી મહોત્સવ માણવા દઈ જરા ફરી એક વાર રાજમહાલય પ્રતિ દષ્ટિ વાળીએ. દરવાજા પરના પહેરેગીરે સિવાય અત્યારે ત્યાં ઝાઝી ધમાલ દેખાતી નથી. જે કંઈ પ્રકાશ ઊડીને આંખે વળગે છે તે રાણી અભયાના પ્રાસાદમાંથી જ આવે છે. સમયનું ચક્ર અખ્ખલિત ગતિએ પોતાની કુચ ચાલુ રાખતું હોવાથી ઘંટાઘરમાં જ્યાં નવના ટકોરા વાગ્યા કે એ મહેલના દાદર પરથી એક અબળા ત્વરિત ગતિએ ઉતરતી દેખાઈ. અરે આ તો રાણીની રહસ્ય સખી પંડિતા. ઉભય વચ્ચેના સંત અનુસાર નિશ્ચિત કરેલા કાર્યની સિદ્ધિ અર્થે તેણી જતી હોય એમ જણાય છે. - ચંચળ ગતિએ ચાલતી એ રમણીને નથી તો ચોકીદારની પરવા કે નથી તો દરવાજા પરના પહેરેદારની રેકટેક. એની અવરજવર આટલી હદે, સંકોચ વગર થવામાં એની પ્રજ્ઞાએ પૂરી યારી આપી છે. દિવસ પૂર્વેથી આદરેલા પ્રયોગની આજ તો સિદ્ધિ કરવાની હતી. એ પ્રયોગો દ્વારા એને પહેરાપરના રક્ષકોમાં એવી સચોટ છાપ બેસાડી હતી કે એ મોડી રાતે કયાં જઇ રહી છે અને કયારે પાછી ફરવાની ! એનો વહેમ પણ જયાં ઉપજે તેમ નહોતું, ત્યાં સવાલ કરવાની વાત જ ક્યાં હતી?
ત્વરિત ગતિએ રસ્તો કાપતી પંડિતા, રાજમાર્ગ વટાવી, મહાજનના વાસ પ્રતિ વળી અને જ્યાં આ બે વળાંક લીધા ત્યાં શ્રમણ ચોમાસામાં જે સ્થાનમાં સ્થીર વાસ કરતા એવી પૌષધશાળા સમીપ આવી પહોંચી. આ સ્થાની નજીકમાં શ્રી અરિહંત દેવનું મોટું મંદિર હતું. એને ફરતે કેટ હતો. એ અત્યારે બંધ હતું. સંધ્યાકાળની આરતી થયા પછી આ ભાગમાં નહિ જ અવરજવર રહે. ધર્મકરણના આ સ્થાનો, ઉપાસક વર્ગની વસતીના છેડા તરફ આવેલાં
હતાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com