________________
૧૪૦
સતી શિરોમણું ચંદનબાળા કરે, નેત્રના કટાક્ષ ફેકે અને કાયાના હાવભાવ દાખવે, તે મુજબ અભયાએ સર્વ કર્યું.
પણ એ સર્વ ઉખર ભૂમિમાં બીજારોપણ સમ નિષ્ફળ ગયું. શેઠની ચક્ષુઓ ન તો ઊંચી થઈ કે ન તો હેઠમાંથી કંઈ હરફ બહાર આવ્યો. જાણે પાષાણની ઊભી મૂર્તિ સાવ અચેતન. - કામાગ્નિથી જળી રહેલી અભયા આથી અકળાઈ ગઈ. તેણુને ઉન્માદ મર્યાદા વટાવી ગયે. દેહની ચેષ્ટાઓએ માઝા મૂકી.
આવી સગોમાં–એકાંત પ્રદેશ, ચાંદની રાત, અને સંપૂર્ણ કળાયે રતિ સમ શોભતી રમણીની ભેટમાં-કવિના શબ્દો યાદ કરીએ તો–
“મનો ન મુદ્યત ચર્ચા જ છે અથવા પશુ' અર્થાત ભલભલાના પાણ ઓસરી જાય જ. ક્યાં તો પશુ જેવો જડ પ્રકૃતિનો અથવા ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવનાર યોગી જન જ આવા સંયોગોમાં ન લેપાય. મનેરમાના પતિ સુદર્શન શું યોગી હતા? એ પ્રશ્ન સહજ ઊઠે. શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં સુણાવે છે કે એ હતા તો ગૃહરિથી વદારા સંતોષી; પણ શિયલવ્રત જેવા મહામૂલા ગુણને એટલી હદે પચાવી ચૂક્યા હતા કે એમની દઢતા ટંકશાળી સિક્કાની ઉપમા પામી હતી. એ કારણે તે તેઓ ભગવાન અરિષ્ટનેમી, જંબુકમાર જેવા વિશિષ્ઠ સંતોની શ્રેણીમાં યાદ કરાયા. સ્થૂલભદ્ર સંબંધમાં કામદેવને ઠપકો આપતાં કવિએ તેઓશ્રીને ગણત્રીમાં લીધા.
આટલી હદને ઠંડ આવકાર સુંદરી અભયાની કલ્પનામાં પણ નહોતે. એક તરફ ચીરકાળ સંચિત કામાગ્નિ સામગ્રી સાગથી ભડકે બળી દેહયષ્ટિને બાળી રહ્યો હતો. કાયાને ઉકળાટ શમાવવા - શબ્દોની જરૂર નહોતી રહી, પણ પ્રત્યક્ષ આચરણની અગત્ય હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com