________________
કૌમુદી મહોત્સવ
૧૩૯ આ દાદા પાસે સુખદુઃખની બે વાત પણ કરવા અવાય. પ્રભુ ! આજની પૂજાથી જરુર સંતુષ્ટ થજે. તરતજ એ ચાલી નીકળી અને પાછું જોતાં કહેતી ગઈ.
દાદા ! પેલા મજુરને હમણુંજ વિદાય કરું છું એટલે એમના ગયા પછી જ દરવાજો બંધ કરજે.
રાણ અભયાના કમરામાં સુદર્શન શેઠને કાત્સર્ગ ધ્યાનમાં ઊભેલી અવસ્થામાં મૂકી દઈ, મુખી ખડકસિંહ પાલખી ઉપાડનારા માણસો સાથે મહેલમાંથી વિદાય થઈ ગયો. પંડિતા પણ રાજીને ખબર આપી આવી કે નક્કી થયા મુજબ શેઠને ઉંચકાવી લાવવાની ફરજ પિતે બજાવી ચૂકી છે અને શયનગૃહમાં એમણે ખડા કરી દીધા છે. તમે સત્વર જાવ અને તમારી કળાથી રીઝવી ઇષ્ટ સિદ્ધિ કરે.
સોળ શણગાર સજી જ્યારે અભયાએ શયનગૃહ ખંડમાં પગલાં પાડ્યાં ત્યારે તેને દેખાવ કઈ સ્વર્ગની અપ્સરાને પણ ટપી જાય તેવો હતો. દેહયષ્ટિના પ્રત્યેક અંગે જાણે નવયૌવનને તનમનાટ દાખવતાં હતાં. મદનદેવે પૂર્ણપણે રાણીના તનમન પર પિતાનું સામ્રાજ્ય પાથરી દીધું હતું. પોતે કેવું પગલું ભરી રહી છે કિંવા એથી કેવું પરિણામ આવશે એનો વિચાર સરખો રાણીને ઉભો નહિ. કાઈ પણ પ્રકારે વિફળતા ટાળવી, અંતરની આગ બુઝાવવી; અને સંતાનમુખ દર્શનનો લાભ મેળવે. એ જ એક માત્ર ધ્યેય હતું. - સ્ત્રી જાતિસુલભ લજ્જા તજી દઈ આવતા વેંતજ નીચી નજરે ઊભેલા શેઠને એ વળગી પડી, જેર કરીને પલંગ સુધી ઘસડી ગઈ. પિતાની મનોકામના પૂર્ણ કરવા વિનવણી કરી અને મનેરમાને બગીચામાં જોયા પછી પોતે સાનભાન ગુમાવી કેવી બની ગઈ છે એ ટૂંકમાં કહી સંભળાવ્યું. એકાદી અભિસારિકા પોતાના પ્રીતમને મનાવી લેવા –રીઝવી લેવા પોતાની માગણીને અનુકૂળ કરવા, જે જે વચન વિલાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com