________________
-
૧૨૬ :
સતી શિરામણી ચંદનબાળા આટલું બોલતાં અભયારણ એકાએક ઊંડા વિચારમાં પડી ગયાં. મન તરંગોના હિંડોળે ચઢ્યું. પરણીને આવ્યા પછી વર્ષોનાં વહાણ વીતી ગયાં, છતાં સંતાન મુખદર્શનને પ્રસંગ આવ્યે નહિ. કાલીઘેલી વાણીમાં બોલતા એકાદ બાળકથી પિતાને ખોળો ભરાયો નહિ; અથવા તો “મા” એવા સંબંધને બોલાવનાર એકાદ અર્ભક નજર સામે રમતું જોવાયું નહિ. એ ઉણપ મોટા વિરાટ સ્વરૂપે અમે નાચી રહી.
માપદની લાલસા અજબ છે. એ માટેની નારીજાતિમાં તીવ્ર વાસના સહજ હોય છે. એ પદ પ્રાપ્તિ વેળા પાછળ ડોકિયા કરી રહેલ મરણાંત કષ્ટની પણ ભીતિ પર વિચાર સરખો જ નથી. એ વગરના અન્ય સુખોની તેણીને મન ઝાઝી કિંમત નથી. એટલે તે વાંઝીયાપણું ટાળવા એ ગમે તેવા સાહસ વહેરે છે.
અભયારણ આખરે તો એ જાતિમાંનું જ એક પાત્રને ! રાણીપદ એ જરુર સુખ-વૈભવની ટોચ સમું. પણ આજના બનાવે–અનેરમા જેવી પ્રૌઢાના દર્શને અંતરમાં છુપાયેલ માતૃત્વની વાસના એકદમ સતેજ કરી દીધી. મન તરંગેની આવલિઓથી ઊભરાઈ રહ્યું.
રાજમહાલયના વિલાસ, દાસદાસીઓની હારમાળા, પાણી માગતાં પૂર્વે દૂધ મળે તેવી સાહેબી, રાજવીને એકધારો નેહ, અને અંગદેશનું મહારાણીપદ, સંતાનના અભાવમાં તેણીને બાળી નાખવા લાગ્યાં. અરે કોડીની કિંમતના પણ ન જણાયાં. આંખો સામે સતી મનોરમા વૈભવના શિખરે બેઠેલી દેખાઈ. મન પોકારી ઊઠયું. અહા, કેવી ભાગ્યશાળી એ શ્રષ્ટિ પ્રિયા! એક બે નહિ પણ છ તો છોકરા!
વળી રૂપ-રંગ અને કાંતિમાં અનંગ દેવના જ અવતાર સમા ! નારીજીવનની સફળતા માતૃછવનમાં સમાયેલી છે. વંધ્યત્વ તે અભાગીપણાની જળતી ચિરાગ છે. અરે પૂર્વજન્મના મહાપાતકનું મૂર્તિમંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com