________________
૧૨૪
સતી શિરામણી ચંદનબાળા રૂપે થઈ જાય છે. આત્માની સામ્યતા અને અનંત શક્તિ માટે બે મત છે જ નહીં. આત્મા જે શુભ કરણમાં ચિત્ત લગાવી પ્રયાસ આરંભે તો મહાત્મા થવું કે પરમાત્માપણું પ્રાપ્ત કરવું જરાપણ મુશ્કેલ નથી જ.
આ ભગવંતના જીવે સર્વ કર્મોને ખંખેરી નાંખી પોતાના આત્માના મૂળ ગુણ જ્ઞાન-દર્શન અને ચારિત્રને સ્ફટિક રત્નસમ નિર્મળ બનાવી દીધા એટલે તે કૃતકૃત્ય થયા. એક કાળે તે પણ આપણે માફક આરાધક દશામાં હતા પણ વીર્ય ફેરવ્યું તો આરાધ્ય બન્યા. એમના જીવન ને નજર સામે રાખી, તેમના ચીંધેલા માર્ગે પ્રયાણ કરીએ તો આપણું માટે એ પદે દૂર નથી તેમ નથી દૂર એ સિદ્ધશિલા ! .
પ્રભુ મૂર્તિનું અવલંબન સંસાર જમણમાં આપણને મહાસાગરમાં ફરતાં વહાણો અને જહાજોને જેમ દીવાદાંડી સહાયક બને છે તેમ મુક્તિના માર્ગે લઈ જવામાં મદદ કર્તા છે. કર્મરિપુઓ ક્યાં ક્યાં ધામા નાખી પડ્યા છે અને જેને કેવી રીતે ભૂલથાપ ખવડાવે છે, અને જીતની બાજી હારમાં ફેરવી નાખે છે. એ જાણવા સારુ તીર્થકર દેવના ચરિત્ર નિર્મળ દર્પણની ગરજ સારે છે. આપણે એને શ્રદ્ધાપૂર્વક ઉપયોગ કરી આપણે માર્ગ નિષ્કટેક બનાવવાના પ્રયત્નો હાથ ધરવાના છે. ઊંચા પ્રકારના પદાર્થો–વિવિધ જાતનાં દ્રશ્ય-એમની સન્મુખ ધરી માંગણું તે એ કરવાની છે કે –
હે પ્રભુ! અમારામાં એ સર્વ ત્યજી દેવાનો ભાવ પેદા થાવ. એ પદાર્થો પાછળની લાલસા નષ્ટ થાવ.
અષ્ટપ્રકારી પૂજા પાછળનું રહસ્ય એજ છે. દ્રવ્ય અને ભાવ પૂજાઓ દ્વારા આખરી ધ્યેય તે પ્રભુ જેવા આપણે પણ પૂજ્ય બનીએ એજ છે.
આમ જ્યાં શ્રેષ્ઠિ વિવેચનની પૂર્ણાહૂતિ કરે છે ત્યાં ભૂપતિના પગલાં થયાં. શેઠના છેલ્લા શબ્દો તેમણે પણ સાંભળ્યા. રાજા-રાણું પ્રભુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com