________________
૧૨૩
ધર્મનિષ્ઠ દંપતિ નસીબદાર છે કે જેના ભાગ્યમાં બારમા તીર્થપતિના પાંચે કલ્યાણકા પિતાના આંગણે થવા રૂપ અને લાભ નોંધાયો છે.
અરિહંત વાસુપૂજ્ય સ્વામીને થઈ ગગા પછી તો સંખ્યાબંધ વર્ષોના વાયરા આ ભૂમિ ઉપર વાયા છે. એ દરમ્યાન આ ભારતવર્ષમાં જુદા જુદા નગરમાં બીજા અગિઆર તીર્થકરો થયા છે. વીસમાં યાને છેલ્લા તીર્થપતિ તરિકે ક્ષત્રીય કુંડ નગરના રાજવી સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાદેવીના તનુજ શ્રી વર્ધમાન થવાના છે. તેઓએ રાજમહલયના સુખને સાપ જેમ કાંચલીને છોડી દે તેમ ત્યજી દઈ, સંયમને વિકટ પંથ સ્વીકાર્યો છે એ આપણું સર્વની જાણમાં છે. હાલતો તેઓ શ્રી પરિષહ અને ઉપસર્ગોને સામનો ઉઘાડી છાતીએ અને એકાકી પણે કરતા ભિન્ન ભિન્ન પ્રદેશમાં વિચરે છે એ સમાચાર પણ આપણે માટે નવા નથી. તીર્થની સ્થાપના દરેક તીર્થકર કરે છે ત્યાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘમાં જે વ્યક્તિ યોગ્ય જણાય છે તેને મુખ્ય પદે સ્થાપે છે. સંપદા દરેકને હોય છે પણ એમાં સંખ્યાની સરખાઈ નથી હોતી. તત્ત્વની દૃષ્ટિયે દરેકના ઉપદેશમાં સામ્ય હોય છે પણ પ્રરૂપણાની શિલીમાં ભિન્નતા સંભવે છે અને એમાં દેશ કાળના સંયોગે કારણરૂપ બને છે. પિતાના સમયના વિશાળ જન સમૂહનું માનસ અવધારી લઈ તીર્થપતિ પોતાની ઉપદેરા પદ્ધતિ નક્કી કરે છે.
આપણે સૌ અહીં પ્રભુશ્રી વાસુપૂજ્ય સ્વામીની વિધિપૂર્વક પૂજા તેમજ સ્તવના કરી રહ્યા છીએ એ પાછળ આશય માત્ર એક જ છે કે આપણે પણ જે કર્મરિપુઓને તેમણે મારી હઠાવ્યા તેઓને મારી હઠાવી તેમના સરખા વીતરાગ બનીએ કહ્યું છે કે –
- इलिका भ्रमरीध्यानात् भ्रमरीत्वमश्नुते । અર્થાત ઈયળ જેમ ભમરીનું ધ્યાન ધરતી પોતે ભમરીરૂપ બની જાય છે તેમ આત્માઓ પરમાત્માના ધ્યાનમાં તદાકાર બનતાં સ્વયં પરમાત્મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com