________________
ધર્મનિષ્ઠ દંપતી
૧૨૧ “વેદ” કહેવામાં આવે છે એ ખાટું નથી. સુંદર રાગે અને મધુર કંઠે ગવાતા પદ્યમાં ગમે તેવા ભારી કોળાહળને શમાવી દેવાની અને એકધારી શાંતિ પાથરી દઈ સારાયે સમૂહનું આકર્ષણ કરવાની અજબ શક્તિ છે. * આ રીતે જળ, ચંદન, કુસુમ, દીપ અને ધૂપ રૂ૫ પાંચ પ્રકારની પૂર્ણાહૂતિ થતાં મંડળીમાં વિરાજેલા શેઠ સુદર્શન પેતાની ગૃહિણી મનેરમા સાથે ઊભા થયા. તીર્થપતિ સામે ગોઠવેલા સુવર્ણ જડિત બાજઠ ઉપર ગાયના દૂધ સરખા વેત વર્ણવાળા–અખંડિત ધારવાળા ઉત્તમ જાતિના-અક્ષતોથી ઉભયે નંદાવર્ત સાથીયા આલેખ્યા. એ ઉપર જુદી જુદી જાતના નિવેદ્ય અને સુંદર ફળો મૂક્યા. પ્રભુની દૃષ્ટિમાં પિતાની દૃષ્ટિને જોડી, હસ્તની અંજલી કરી, શેઠ બોલ્યા
હે ત્રિલોકના નાથ! નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ રૂ૫ ગતિ ચારના–આ સંસાર બ્રમણમાંથી ઊગરવા અર્થે આ સ્વસ્તિકની રચના કરી છે. એ ઉપરની ત્રણ ઢગલી દ્વારા દર્શન–જ્ઞાન–ચારિત્ર રૂ૫ ત્રણ મહામૂલા રત્નનો પ્રકાશ સંપૂર્ણપણે અમારા આત્મામાં પ્રસરે એવી અંતરની ભાવના છે. આપ સરખા તીર્થપતિના અવલંબન વિના એ થવું મુશ્કેલ છે માટે આપ નિમિત્ત રૂપ થાવ એવી પ્રાર્થના છે. એ નિર્મળતા લાવ્યા પછી આત્માનું અંતિમ ધ્યેય સિદ્ધશિલાને વાસ; એ તો સહજ સિદ્ધ છે એ સૂચક ચિન્હ, અષ્ટમીના ચંદ્ર સમું આલેખ્યું છે. નૈવેદ્ય અને ફળ ઢાંકવા પાછળ, આત્મ સમર્પણ કરવાની દઢ મને કામના છે.”
પ્રભે! આ રીતે દ્રવ્ય પૂજન કરી ભાવ પૂજામાં આપશ્રીની સ્તવના કરવા હું યત્કિંચિત પ્રયત્ન એવું છું.”
ગુહિણુ મને રમાએ નારીવૃદમાં બેઠક લીધી અને એક્ટિવેર્યો માનવગણ સાંભળે એ રીતે મધુર વાણીમાં બેસવાનો આરંભ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com