________________
૧૩૨
સતી શિરામણી ચંદનબાળાં દિન હેય. નગર લગભગ ખાલી થઈ જતું. આમ જનસમૂહના આનંદ પ્રદ માટે તેમજ ખાણીપીણ માટે હારબંધ દુકાને ઊભી થઈ જતી. શમિયાણા ઊભા થતા. તંબુઓ નંખાતા અને નાની રાવટીઓની. હારમાળા સજતી. એકાદ નાનકડા ગામ જેવો દેખાવ બની રહે. શહેરમાં મોટા હાટો એ દિનેમાં સદંતર બંધ રહેતાં. બાળ–યુવાન અને પ્રૌઢ વર્ગને લગભગ નેવું ટકા ભાગ આમાં હાજરી આપતો હાવાથી નગરના આવાસો ખાલીખમ જણાતા. કેાઈમાં અતિ વૃદ્ધ આદમીઓ જણાતા તે થેડાકમાં આજારીની પથારી દૃષ્ટિગોચર થતી. આવાજ કારણવાળા કે શેક નિમિત્તવાળા અથવા તો ખાસ કોઈ વ્રતધારી સિવાય નાનું મોટું સૌ કોઈ ઉલ્લાસપૂર્વક ખુલ્લા મેદાન, પર આભલાના વિશાળ છત્ર હેઠળ, વનરાજીથી વિપુલ અને વિવિધ પ્રકારના પક્ષીવૃંદથી ગાજી રહેતાં સ્થાનમાં કુદરતે છૂટા હાથે વેરેલા આનંદના ઉપભોગ કરતું.
રમતોમાં દેહને ખડતલ બનાવે અને એના અંગોપાંગને પુષ્ટિ આપે એવી જાતજાતની, જુદા જુદા પ્રદેશમાંથી આવેલા કુસ્તીબાજે તરફથી થતી. અન્ય સ્થળે વળી અંગ મરડના વિવિધ અભિનય થતા. કઈ ભાગમાં સંગીત વિશારદોની ઠઠ જામી જતી અને વિધ વિધ વાજિત્રોના મીઠા રવની રમઝટ બોલતી. એકાદ બાજુના તંબુમાં હસ્તકળાના નિતરાં પ્રદર્શન કરાવતાં વિવિધ રંગી ચિત્રોની શ્રેણી નજરે ચઢતી. - અહીં શિલ્પીઓ અને કળાકારો આવતા. અશ્વ વેચનાર સેદાગર કે કરિયાણાના વેપારીઓ પણ આવતા. એ વસ્તુઓના પરીક્ષકને પણ અખાડો જામતો. પોતપોતાના અનુભવથી એનાં મૂલ્યાંકન થતાં. એ અંગેના મોટા સોદા કે લેવડદેવડને ઉત્સવ પછી થતા, પણ ભાવ તાલ તે અહીં જ નક્કી થઈ જતા. જુદા જુદા નજીકના પ્રદેશની નવ નવી ચીજો, હાથ કારીગરીનો માલ અને વિવિધ ફલ ફલાદિ. અહીં જેવાનાં મળતાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com