________________
પ્રકરણ ૧૪ મું કૌમુદી મહોત્સવ
ઉત્સવ ઉજવણીની શરૂઆત તે સંધ્યાકાળ પછી, આકાશમાં પૂર્ણિમાને ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી નીકળતાં થતી, છતાં ચંપા નગરીની પ્રજા મધ્યાહુકાળ વીત્યાને માંડ ઘટિકા થઈ હશે ત્યારથી જ એ કુદરતી મોજ માણવા નગરીની બહાર જઈ રહી હતી. સામાન્યતઃ આવા ઉત્સવ વર્ષમાં ત્રણેક વાર ઉજવાતા અને એમાં રાયથી માંડી રંક પર્યત ટથી ભાગ લેતાં. ઘણું ખરું આ જાતની ઉજવણું ત્રણ દિન પર્યત ચાલતી અને કેઈક વાર એક અઠવાડીયા સુધી પણ લંબાતી. વસંત ઉત્સવ-કૌમુદી મહોત્સવ અને વિજયા દશમીને ઉત્સવ તો :લગભગ એ કાળે ભારતવર્ષના પ્રત્યેક રજવાડામાં ઉજવાતા પ્રજાજનો મેટી સંખ્યામાં કુદરતને આંગણે ઊતરી પડતા અને છૂટથી મનગમતા આનંદ માણતા. એમાં રાજવી અને અન્ય અધિકારીઓ પણ વિના સંકોચે ભળતા; કયાં તો વસંત ઋતુની નવપલ્લવિત વનરાજીનો આનંદ લેય, કયાં તે સંપૂર્ણ કળાએ ખીલેલી ચાંદનીને આનંદ હોય, અથવા તો ક્ષાત્રવૃત્તિના નિતરા ને સમે દશેરાનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com