________________
ધર્મનિષ્ઠ દંપતિ
૧૨૫ બિંબ દર્શન-વંદન વિધિ કરી જામેલી મંડળીમાં ઊચિત સ્થાને ગોઠવાયા. સંગીત પણ પૂર બહારમાં પ્રસરી રહ્યું. ટૂંક સમયમાં જ આરામ મળવાનો છે એવા ખ્યાલથી વાજિંત્રો પર વગાડનારાની આંગળીઓ અજબ ગતિથી ફરવા માંડી. એ પ્રેરણા ઝીલી ગાયકે પણ પૂર્ણ રંગમાં આવી ગયા. વધાઈ અને આરતી- મંગળદીપની વિધિ
પૂરી થતાં જ સૌ વીખરાવા માંડ્યા. • શેઠની વિનંતીથી રાજવી પરિવાર સહિત બગીચામાં એક બાજુ ઊભા કરેલા મંડપમાં પધાર્યા. તેમની સન્મુખ શેઠદંપતીએ પોતાના છે પુત્રો સહિત આવી નજરાણું ધર્યું અને પોતાના પિતાશ્રીના અવસાન અંગે કરેલ ઉત્સવમાં આમંત્રણને માન આપી પધારવા બદલ આભાર માન્ય.
આ કાર્યની પૂર્ણાહૂતિ થતાં રાજા-રાણી રથમાં બેસી દરબારગઢન માર્ગે પરિવાર સહિત પંડ્યા.
અભયાના સવાલથી દધિવાહને કહ્યું કે
શેઠ સુદર્શન એ તો ચંપાનગરીને આગેવાન વહેપારી છે. એની પ્રમાણિકતા અને શુદ્ધ ચરિત્ર માટે બે મત ન હેવાથી, વ્યાપારી મહાજનમાં એ વડે છે અને નગરીનું એક અણમેલ રત્ન છે. “હીરે ને કુંદને જડ્યો' એ ઉક્તિ અનુસાર એની પત્નિ મનરમા પણ કુળવાન ઘરનું રમણું રત્ન છે અને સતી નારીઓમાં અગ્રપદે આવે છે.
કવિવચન મુજબ “કહ્યાગરા છે દીકરા, અને કુલવંતી છે નાર' અહીં તો સાક્ષાત જોવા મળે છે. રૂ૫-વિનય અને નમ્રતામાં પુત્રો પણ એક બીજાની હરિફાઈમાં ઊતરે તેવા છે. વળી લક્ષ્મીદેવીની પણ મહેર એ કુટુંબમાં પૂર્વજોના વારસારૂપે ઊતરી છે.
“ખરેખર, સુખ તો એવું છે કે હરકોઈને ઇષ ઉપજેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com