________________
ઉપવનમાં મેળાપ
૧૧૯
ઉપવનના આ પ્રસંગ પછી અલ્પકાળમાં જ સગપણને સાધ સધાયા. અરે લગ્નગ્રંથીથી જોડાયેલી કુંવરી અભયાએ થે।ડા દિવસ પિયરમાં વધુ રાકાઇ ભ્રૂપ સાથે ચંપાપ્રતિ પ્રયાણ પણ કર્યું. પડિતાને કાલ આધ્યા પ્રમાણે પેાતાની જોડે લાવી. રાજમહાલય ફરીથી એકવાર રાણીના આગમનથી ભર્યાં ભર્યાં થઇ ગયા.
6
નવી રમણી અને સર્વ પ્રકારની સાનુકૂળતા પછી શું કમી રહે ? જીતશત્રુ રાજવી સંસારી વિલાસમાં લીન રહેવા લાગ્યા. દુઃખનુ એસડ દહાડા ’એ કહેતી મુજબ વખતના વધવા સાથે ભૂતકાલિન મનાવે વિસ્મૃતિના વિષય બન્યા.
આમ બનવામાં રાણી અભયાની આવડત અને આકર્ષી પણ ખરાં જ. ચેાસ. કળામાં પારંગત એવી આ રમણીએ સખી પડતાની સલાહથી સ્વામીને નવનવી રીતે આનંદ પ્રમેાદમાં કાળ વ્યતીત કરાવવા માંડયો કે, જેથી ભૂલાયેલી વાતા તાજી થવાના પ્રસંગ જ ન લાખે. પદ્મા અને ધારિણી કરતાં અભયાના સંહવાસમાં વર્ષાના આંકડા વધુ આગળ વધ્યા. ચંપા નગરીમાં આખાદી અને સુખાકારી તે! હતાં જ. પ્રજાની આંખ ભાવિ વારસના દર્શન પ્રતિ મીટ માંડી રહી હતી. અભયાના સુખામાં માત્ર એ એકજ ઉણુપ નજરે ચઢતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com