________________
૧૧૮
સતી શિરોમણી ચંદનબાળા ભવાની જરૂર નથી. પેલા આવતા જણાય છે એજ ચંપાપતિ દધિવાહન ઉર્ફે રાજવી જીતશત્રુ.
આજે તે સાથમાં માત્ર એક પરિચારક જ છે.
ચાલો, ઝટ કરે, એ દિશામાં પગલાં માંડે એટલે સામે આવી રહેલ તેમને દિદાર-દર્શન સુલભતાથી સંપૂર્ણપણે થઈ શકશે.
કદાચ શબ્દોની આપ લે કરવી હશે તો એ પણ બની શકશે, સ્ત્રીપુરૂષ વચ્ચે આકર્ષણ એ કઈ નવું તત્ત્વ નથી. એમાં સમાન વૃત્તિને વેગ હોય ત્યાં ઝાઝાં વાણી વિલાસની જરૂર ન રહે. આંખો મળે અને એમાં કેટલાયે છૂપાભાવોની આપ લે થાય. જ્ઞાની પુરુષ એ માટે સ્પષ્ટ કહે છે કે પૂર્વભવનો સંબંધ એમાં અગ્રભાગ ભજવે છે. કર્મની વિચિત્રતાને માનનાર તેમજ એની અચિંત્ય શક્તિને જાણનાર
સારૂ એ આશ્ચર્યનો વિષય નથી જ. - સામસામે થી પસાર થતાં મૂકવૃત્તિએ ઘણું થઈ ગયું. એમાં
અંગ-ઉપાંગના હાવભાવ અને નેત્રના કટાક્ષ પણ ખરાજ. નારીજાતિ સુલભ લજ્જાથી કુમારી બોલી ન શકી, પણ રાજવીને એ સંકેચ નળ્યો નહીં. ચાલી જતી રમણીઓ પાછળ પરિચારકને નામ જાણવા મોકલ્યા.
નોકરે આવી પંડિતાને પ્રશ્ન કર્યો અને દક્ષ સખીએ એ તકને પૂરેપુર ઉપયોગ કર્યો.
એ મોં મલકાવતાં મેટે સ્વરે બેલી – નરેશ, મારા કુંવરીબાનું ઓળખાણું ઈચ્છે છે તે તે આ પ્રમાણે છે.
એમનું નામ સુંદરી અભયા, આ નાથનગરના જમીનદારની એકની એક માત્ર લાડીલી કન્યા. સર્વકળામાં સંપૂર્ણ. આપનું નામ
સાંભળ્યા પછી આપના પ્રતિ પ્રીતિવાળી પણ બની છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com