________________
૧૧૬
સતી શિરમણ ચંદનબાળા
નથી; એવા અજ્ઞાતના હાથમાં હું તેં પાવાની અને એની સાથે અજાણ્યા સ્થાનમાં ધકેલાવાનું ! સારૂં યે જીવન ત્યાં વિતાવવાનું ! આ વિચારતાં જ મારી મુંઝવણ વધી પડી છે. એ કારણે જ મારી સર્વ કરણું યાંત્રિક પુતળી સમ થઈ પડી છે.
કુમારી ! એમાં મુંઝાવાની કંઈ જ જરૂર નથી. નારીજાતિને શિરે એ વ્યવહાર કંઈ આજકાલને નથી. અનંત કાળથી ચાલ્યા આવતે એ તો રવે. માતા પિતાના ખોળે ઉછરેલ બાળા, યૌવન વયમાં આવતાં તદ્દન અપરિચિત ગૃહે જાય અને ત્યાં નવી સૃષ્ટિ જન્માવે. દીકરી ને ગાય, જ્યાં દરે ત્યાં જાય' એ જનઉકિત શું તમે જાણતા નથી ? લગ્ન નથી થયાં અને એક વાર નાવલીયાને પ્રસંગ નથી પડે ત્યાં સુધી જ તમને એ નવું લાગવાનું ! પછી તે સૌને ભૂલી જવાના !
જીતશત્રુ જેવા પ્રતાપી રાજવીના રાણું બનતાં અને ચંપાના મહાલયમાં મહાલવાનું મળતાં અમને યાદ પણ નહીં કરવાના ?
પંડિતા ! તું એ રાજવીને ઓળખતી લાગે છે.
ના, ના, ખાસ ઓળખાણ તો નથી જ. એમની છાવણ આપણા નગરમાં પડ્યા પછી બે ચાર વાર તેમને નજરે જોવાના પ્રસંગ લાગ્યા. છે. બાકી એમના જીવનની કથની તો એકાદી નવલિકા જેવી છે. પ્રજાજનના કર્ણોપકર્ણ વહી રહેલી એ કથા મારા સાંભળવામાં પણ આવી છે. જો એ તમને સ્વીકારે તે તમે પૂર્ણ ભાગ્યશાળી ગણાવ. એક વાર નજરે જોશે કે તરત જ લલચાઈ જશે. પણ વયના: અતરનો પ્રશ્ન તો ખરો જ ને?
એ વાત ફેકી દેવા જેવી ન લેખાય, પણ પરાક્રમશાળી નરના શરીર બાંધા આગળ અને નારી દેહ જે રીતે સંયોગે મળતાં પાંગરે છે એ જોતાં એ પર ઝાઝું મહત્વ આપવું મને યોગ્ય નથી લાગતું..
સર્વદેશીય સમાનતા સૌ કોઈના ભાગ્યમાં આલેખાઈ હતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com